GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

આંધ્રના અનંતપુરમાં હિંસા બાદ ૧૪૪ની કલમનો અમલ, ગંટુરમાં પણ સમર્થકો બાખડયા

આંધ્ર પ્રદેશના અનંતપુરમાં ચૂંટણી દરમિયાન હિંસા થતા સમગ્ર વિસ્તારમાં અશાંત સ્થિતિ છે. ત્યારે આ ક્ષેત્રના તાડીપત્રી વિસ્તારમાં ૧૪૪ની કલમ લાગુ કરી દેવાઇ છે, જ્યારે શાંતિ જળવાઇ રહે તે માટે વધારાની સુરક્ષા દળોની ટુકડીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે ગંટુરમાં એક સ્થળે મારામારી ના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં ટીડીપી અને વાયએસઆરસીપીના કાર્યકર્તાઓ વચ્ચે જુથ અથડામણ થઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતા તુરત જ ત્યાં સુરક્ષા દળોની ટુકડીઓ મોકલવામાં આવી હતી.

જો કે ત્યાંની પરિસ્થિતિ હાલ સુરક્ષાદળો હેઠળ સુરક્ષિત છે. ત્યારે જાલકલ્લુ ગામના આ વિસ્તારમાં બે પક્ષના કાર્યકરોની અથડામણ બાદ અજંપાભરી સ્થિતિ ઉભી થઇ હતી. ગુરુવારે પ્રથમ તબકકાના મતદાન વખતે સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી અને મુખ્ય વિપક્ષ વાઇએસઆર કોંગ્રેસનાં એક એક કાર્યકરોના મોત આ અથડામણમાં થયા હતા. જ્યારે અથડામણમાં મૃત્યુ પામેલા વાઇએસઆર કોંગ્રેસ પક્ષના પુલ્લા રેડી અને ટીડીપીના સીદા ભાસ્કર રેડી હોવોનું પોલીસે જણાવ્યું હતું.

ત્યારે ટીડીપી અધ્યક્ષ અને રાજયના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાના પક્ષના કાર્યકરના મોત અંગે ખેદ જતાવતા જણાવ્યું કે વાઇએસઆર કોંગ્રેસ પક્ષ ચૂંટણી જીતવા માટે હિંસા ઉપર ઉતર્યાનો આક્ષેપ કર્યો હતો. જ્યારે વાઇએસઆર કોંગ્રેસે દાવો કર્યો હતો કે પુલ્લા રેડી ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો જેમાં તેમનું મોત થયું હતું. આંધ્ર પ્રદેશની રપ લોકસભા બેઠકો અને વિધાનસભાની ૧૭પ બેઠકો માટે ગુરૃવારે મતદાન થયું હતું.

ત્યારે આંધ્રપ્રદેશથી ઇવીએમમાં ગરબડ અને મશીનોની તોડફોડ થયાની સૌથી વધારે ફરિયાદો આવી હતી.અહીના કેટલાય જિલ્લામાં ઇવીએમ ક્ષતિ આવી જવાથી ૩૦૦ થી વધુ મતદાન મથકો ઉપર ગુરુવારે મોડી રાત સુધી મતદાન રખાયું હતું. મતદાન પૂર્ણ થવાનો સમય સાંજના છ વાગ્યાનો છે. જો કે મતદાન મથકની બહાર મતદાતાઓની લાંબી લાઇન હોવાના કારણે તેમને મતદાન કરવા દેવામાં આવ્યું હતું.

READ ALSO

Related posts

રાજ્યમાં સાયક્લોનિલ સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી

pratik shah

ડ્રેગન ચોતરફથી ઘેરાયું, વિશ્વનાં આ નાના દેશે કપટી ચીનને દેખાડી લાલ આંખ

pratik shah

અમરનાથ યાત્રિકો માટે ખાસ સમાચાર, જમ્મુ માર્ગે માત્ર આટલા જ યાત્રિકોને મળશે મંજૂરી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!