GSTV
Home » News » જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

જૂનાગઢ-અમરેલીમાં નોકરી ધંધા પર ટ્રાફિક નિયમોની અસર, પોલીસે ગુલાબ ભેટમાં આપ્યા

ટ્રાફિકના નવા નિયમોને લઇને સૌથી વધુ સૌરાષ્ટ્રમાં વિરોધ જોવા મળ્યો છે. તો સામે પોલીસ વિભાગે પણ દંડનો દંડો ઉગામીને વાહન ચાલકોને દંડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં કેવો રહ્યો ટ્રાફિકના નવા નિયમનો પહેલો દિવસ જોઇએ આ અહેવાલ.

અમરેલીમાં નવા ટ્રાફિક નિયમોની અસર નોકરી ધંધા પર જોવા મળી. અમરેલી અને સાવરકુંડલામાં રત્ન કલાકારોને દંડનો ડર એવો સતાવતો જોવા મળ્યો કે હીરાના કારખાનાઓમાં રત્ન કલાકારોની પાંખી હાજરી ઉડીને આંખે વળગતી જોવા મળી.

અમરેલીના રાજકમલ ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી.  કારના કાચ પર બ્લેક ફિલ્મ હોય કે પછી હેલ્મેટ કે લાયસન્સ ન હોય તેવા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

તો  જૂનાગઢ ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જે અંતર્ગત હેલમેટ પહેરીને જતા લોકોને ભેટરૂપે ગુલાબ આપવામાં આવ્યુ હતું.  તો હેલમેટ ન પહેરનાર લોકોને નિયમનું પાલન કરાવવા સમજાવવામાં આવી રહ્યાં છે. તો અમુક લોકોને દંડને ફટકારી પહોંચ આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva

સરળતાથી મળશે હવે રેલવેની તત્કાલ ટિકિટ, નકલી એજન્ટોના રાફડાનો થયો પર્દાફાશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!