GSTV
Home » News » ભારતભરમાં આ રીતે જોવા મળી બંધની અસર, ટ્રેન-બસો રોકી! જુઓ તસ્વીરો

ભારતભરમાં આ રીતે જોવા મળી બંધની અસર, ટ્રેન-બસો રોકી! જુઓ તસ્વીરો

દેશના ઘણા ટ્રેડ યુનિયન અને સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે. આ ભારત બંધની અસર દેશનના બેકિંગ, ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પડી શકે છે. કેન્દ્ર સરકારની ‘એન્ટી નેશનલ’ અર્થવ્યવસ્થા વિરોધી નિતીઓ વિરુદ્ધ આ બંધ રાખવામાં આવ્યો છે. સંગઠન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે આ ભારત બંધમાં 25 કરોડ લોકો સામેલ રહેશે. આવો જોઈએ કે ભારત બંધ વખતે દેશના કયા ખુણે શું થઈ રહ્યું છે?

અમદાવાદમાં બેન્કોએ આપ્યું બંધને સમર્થન

અમદાવાદમાં સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની હડતાલને સમર્થન મળ્યુ છે. અમદાવાદમાં સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા, ઇન્ડિયન ઓવર્સીસ બેંક સહિતની બેંકોએ આ હડતાળને સમર્થન આપ્યુ છે. હડતાળના કારણે રાજ્યના 25 હજાર કર્મચારીઓ બેંકના કામથી અળગા રહેશે. જેની સીધી અસર 20 હજાર કરોડના બેકિંગ વ્યવહારોને થશે. યુનિયન 10 જેટલી પડતર માંગી અને લેબર લોના  મુદ્દા સાથે હડતાળ પર છે.

ઓરિસ્સામાં રોડ બ્લોક

બંગાળ બાદ ઓરિસ્સામાં પણ ભારત બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભુવનેશ્વરમાં કોંગ્રેસ સમર્થિત ટ્રેડ યુનિયનના કાર્યકર્તાઓ રોડ બ્લોક કરી દીધા છે તેમજ ટ્રેનને પણ રોકવામાં આવી. તો સિલિગુડીમાં રાજ્ય સરકારની બસના ડ્રાઈવર હેલમેટ પહેરીને બસ ચલાવી રહ્યાં છે. ત્યારે ડ્રાઈવરોના જણાવ્યા મુજબ બંધ દરમિયાન કોઈ પ્રદર્શનકારીઓ દ્વારા જો હુમલો થાય તો તેમાં બચાવ થઈ રહે તે માટે હેલમેટ પહેરાવામાં આવી છે. ભારત બંધ દરમિયાન ચેન્નાઈમાં પણ અનેક  પ્રદર્શનકારીઓએ બંધ કરવાની ફરજ પાડતા તેઓની અટકાયત કરવામાં આવી. દેશના અનેક ક્ષેત્રમાં ભારત બંધ અંતર્ગત પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની નેશનલાઈઝ બેન્કોના કર્મચારીઓ હડતાળ પર

આજે ટ્રેડ યુનિયન દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ છે. ત્યારે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગજુરાતની નેશનલાઈઝ બેન્કના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયો છે. કેન્દ્ર સરકારની મજૂર વિરોધી નીતિ, બેંકોના ખાનગીકરણ, રેલવે, એલઆઈસી સહિતના કેન્દ્રીય કામદાર સંગઠનો અને ફેડરેશન એક દિવસના પ્રતિક હડતાળમાં સામેલ થયા છે. સુરતમાં શહેર લેબર યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ. જેમાં ઈનટુક, આઈટુક, સીટુ વગરે સંગઠનો જોડાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા 42 મજૂર કાયદા સામે ફક્ત ચાર કાયદા લાવવા સામે વિરોધ દર્શાવ્યો છે. બેન્કોની હડતાળના પગલે મંગળવાર અને બુધવારના ક્લિયરિંગ ખોરવાયા અને બેન્ક ખાતેદારો પરેશાન બન્યા છે.

ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા રોકવામાં આવી

ટ્રેડ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા ભારત બંધની અસર જોવા મળી રહી છે. ખાસ કરીને બંગાળના ગુવાહાટી, ઈસ્ટ મિદનાપુરમાં પ્રદર્શનકારીઓએ ટ્રાંસપોર્ટ વ્યવસ્થા રોકવાની શરૂઆત કરી દીધી છે. બંધ સમર્થકોએ નેશનલ હાઈવે નંબર 41ને જામ કરી દીધો છે. આ ઉપરાંત હાવડામાં ટ્રેન પણ રોકવામાં આવી છે. ટ્રેડ યુનિયન દ્વારા બોલાવવામાં આવેલા આ બંધને પબ્લિ સેકટર બેંકનું સમર્થન મળ્યું છે. આ કારણે આજે દેશભરની બેંક બંધ છે. સંગઠનો દ્વારા દાવો કરાયો છે કે મોદી સરકારની નીતિઓના કારણે દેશની અર્થવ્યવસ્થાને ખતરો પહોંચ્યો છે અને સામાન્ય લોકોને નુકસાન થઈ રહ્યું છે. બંગાળમાં ભારત બંધની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

Read Also

Related posts

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari

યમનમાં લોહિયાળ હુમલો: હુથી હબળવાખોરોએ મસ્જીદ ઉડાવી, 111થી વધુનાં મોત-160 ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!