GSTV

નવા કૃષિ કાયદાની અસર: જૂનાગઢ માર્કેટ યાર્ડની આવકમાં થઇ રહ્યો છે ધરખમ ઘટાડો, ખેડૂતો માટે તોળાતી આફત

નવા કૃષિ કાયદાને લઈને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની આવકમાં ધરખમ ઘટાડાઓ થઈ રહ્યા છે. પરંતુ, સરકારે યાર્ડ બંધ ન થાય તે માટે ત્રણ વર્ષની બાકી રહેલી 23 કરોડની રકમ તાબડતોબ છૂટી કરી દીધી.

માર્કેટ

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી, ચણા, ઘઉં સહિતની જણસોની ખરીદી કરવામાં આવતી હતી તે પેટેની માર્કેટિંગ યાર્ડને ચૂકવવાની થતી શેષ ની રકમ ત્રણ વર્ષથી બાકી હતી. આ મુદ્દે હાઈકોર્ટમાં પણ પીટીશન થયેલી હતી છતાં પણ સરકાર માર્કેટિંગ યાર્ડને બાકી નીકળતી રકમ ચૂકવતી ન હતી. પણ હવે નવા કાયદાને લીધે માર્કેટિંગ યાર્ડની શેષમાં ઘટાડો થયો છે જેથી સરકારે ત્રણ વર્ષના 67 યાર્ડના 23 કરોડથી વધુની રકમ તાત્કાલિક છુટ્ટી કરી દીધી છે.

હવે તો મોટાભાગની ખેડૂતોની જણસો ની ખરીદી સરકાર ટેકાના ભાવે કરી રહી છે અને તે પેટે માર્કેટિંગ યાર્ડને ચુકવવાની થતી રકમ જો ન ચૂકવે તો માર્કેટિંગ યાર્ડ ચોક્કસ બંધ થાય તેમ છે.

ભેંસાણ માર્કેટિંગ યાર્ડને દર વર્ષે શેષની  50 લાખ રૂપિયાની આવક હતી. જેમાં ૬૦ ટકા રકમ માર્કેટીંગ યાર્ડની અંદરની શેષમાંથી આવતી હતી અને ૪૦ ટકા સેસની રકમ ગ્રામ્ય વિસ્તારોમાં વેપારીઓ દ્વારા ખરીદ કરવામાં આવતા જણસોમાંથી મળતી હતી.

હવે બહારની સેસ લેવાનો પ્રતિબંધ આવતા ભેંસાણ માર્કેટિંગ યાર્ડની 50 લાખની આવક ઘટી ૩૦થી ૩૫ લાખ થઈ ગઈ છે જેથી માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓના સેટઅપમાં પણ ઘટાડો કરવો પડશે. આમ નવા કૃષિ કાયદાને લઈને ખેડૂતોના આક્ષેપ મુજબ માર્કેટિંગ યાર્ડ બંધ થાય તેવા એંધાણ તો વર્તાઇ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

આઝમ ખાન સામે યોગી સરકારની કાર્યવાહી, લોકતંત્ર સેનાની તરીકે મળતું પેન્શન બંધ કરાયું

Pritesh Mehta

ફ્લિપકાર્ટ તેના ગ્રુપમાં 25,000 ઇલેક્ટ્રિક વાહનોનો સમાવેશ કરશે, આ ત્રણ કંપનીઓ સાથે કરશે ભાગીદારી

Mansi Patel

કામની વાત/ હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેમ નહીં કરવા પર થશે અનેક ફાયદા, મળશે આટલુ ટકાનું ડિસ્કાઉન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!