GSTV

NRC-CAAના વિરોધ પ્રદર્શનને લીધે હેરીટેજ વૉક અને રણોત્સવને અસર

એનઆરસી-સીએએનો ચારેકોર વિરોધ વંટોળ ઉઠયો છે. આ કાયદાના વિરોધમાં ઠેર ઠેર પ્રદર્શન થઇ રહ્યાં છે તો ઘણાં રાજ્યોના શહેરોમાં તોફાનો સુધૃધાં થયાં છે. એનઆરસી-સીએએના વિરોધ પ્રદર્શનને કારણે ટુરિઝમ વ્યવસાય પર અસર થઇ છે. ગુજરાતમાં ય અમદાવાદ અને વડોદરામાં તોફાનો થતાં હેરીટેજ વૉક ઉપરાંત રણોત્સવ પર અસર પહોંચી છે.

NRC-CAAના વિરોધની આગથી ગુજરાત પણ નથી બાકાત

એનઆરસી-સીએએના વિરોધની આગથી ગુજરાત પણ બાકાત રહી શક્યુ નથી. આ કાયદાના વિરોધમાં પ્રદર્શન-રેલી યોજાતાં અમદાવાદમાં ય તોફાનો વકર્યા હતાં જેમાં ખુદ પોલીસમેનો ય ઘાયલ થયા હતાં. આ ઉપરાંત વડોદરામાં આ જ મુદ્દે નીકળેલી રેલીમાં તોફાનીઓએ પોલીસને નિશાન બનાવી હતી. ગુજરાતમાં તોફાનો થતાં ટુરિઝમ વ્યવસાય પર અસર થઇ હતી. ટુર ઓપરેટરોનુ કહેવુ છેકે, અમદાવાદમાં તોફાનો થયાં બાદ એવી પરિસિૃથતી સર્જાઇ હતીકે, વિદેશી પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ હેરિટેજ વોક પણ એક અઠવાડિયા સુધી બંધ કરવી પડી હતી.

ટુરિસ્ટોએ રણોત્સવમાં આવવાનું માંડી વાળ્યું

એટલું જ નહીં, ફ્રાન્સ સહિતના અન્ય વિદેશી ટુરિસ્ટોએ તો અમદાવાદના પ્રવાસના કાર્યક્રમોમાં ફેરફાર કર્યો હતો. એ જ પ્રમાણે, કેટલાંય ટુરિસ્ટોએ રણોત્સવમાં આવવાનુ ય માંડી વાળ્યુ હતું. જોકે,હવે ગુજરાતમાં બધુય રાબેતા મુજબ થયું છે.આમ છતાંય હજુ ય ઉત્તર પ્રદેશ,દિલ્હી સહિતના રાજ્યોમાં ટુરિસ્ટો જવાનુ ટાળી રહ્યાં છે.

ટુરિસ્ટો પ્રવાસ હાલ પુરતો ટાળી રહ્યા છે

ઉત્તર પ્રદેશમાં આગ્રા,મથુરા ,ગયા સહિતના ધાર્મિક સરકીટ પર ટુરિસ્ટો હાલપુરતુ જવાનુ માંડી વાળે છે કેમકે, આ રાજ્યમાં હાલમાં એનઆરસી-સીએએનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે જેના કારણે તાજમહાલ જોવા ઇચ્છુક હાલ પુરતુ પ્રવાસ ટાળી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ય વિરોધ પ્રદર્શન થઇ રહ્યં છે જેથી બાગડોગરા થઇને જતાં ટુરિસ્ટો હવે ગંગટોક અને દાર્જિલીંગના પ્રવાસોએ જતાં પણ અસલામતી અનુભવી રહ્યાં છે.

પ્રવાસના કાર્યક્રમની તારીખો બદલાઈ

દિલ્હી જતાં પ્રવાસીઓએ પણ અત્યારે પ્રવાસના કાર્યક્રમની તારીખો બદલી દીધી છે.  અત્યારે લગ્ન સિઝનમાં વિદેશથી આવેલાં ગુજરાતીઓ અત્યારે અન્ય રાજ્યમાં પ્રવાસે જતાં ખચકાટ અનુભવી રહ્યાંછે. ટૂંકમાં એનઆરસી-સીએએના વિરોધ પ્રદર્શનને કારણે ટુરિઝમ  વ્યવસાયને અસર થઇ છે.

Read Also

Related posts

કોરોનાનો હાહાકાર: રાજ્યમાં કુલ 84 પોઝિટીવ કેસ નોંધાયા

pratik shah

કોરોનાના કહેર વચ્ચે લોકડાઉનનું પાલન કરાવવા ગયેલી પોલીસ પર પથ્થરમારો

pratik shah

ખેડૂતોને પાક ધિરાણની મુદત 2 મહિના વધારાઈ, નહીં ભરવું પડે વ્યાજ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!