GSTV
News Trending World

કોરોના / વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર પર ડેલ્ટાની અસર, પ્રતિબંધો વધવાની સાથે મોંઘવારીએ માઝા મુકી

વિશ્વના અનેક દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટે હાહાકાર મચાવ્યો છે. ડેલ્ટા વેરિએન્ટ માત્ર સ્વાસ્થ્ય ક્ષેત્રે જ નહીં, પરંતુ આર્થિક ક્ષેત્રે પણ ઘાતક સાબિત થઈ રહ્યો છે. ડેલ્ટા વેરિએન્ટના વિશ્વના અનેક દેશોના અર્થતંત્ર પર અસર જોવા મળી. જુદા જુદા પ્રતિબંધોના કારણે લોકોની આવક ઘટી છે. જેથી ગ્રાહકોની ખર્ચની શક્તિમાં પણ ઘટાડો નોંધાયો છે.

વિશ્વના અર્થતંત્ર માટે હાલનો સમય અસુવિધાજનક આશ્ચર્યોનો સમય છે. અમેરિકા, યુરોપ અને ચીનનો વિકાસ રોકાણકારોની આશાઓની તુલનામાં ધીમી ગતિએ થઈ રહ્યો છે. ખાસ કરીને અમેરિકામાં ગ્રાહકો ઉપયોગી ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે.

ઓછી મોંઘવારીવાળા યુરોપિયન યુનિયન વિસ્તારમાં પણ ઓગષ્ટમાં ગયા વર્ષની તુલનામાં ભાવ 3 ટકા વધુ રહ્યા છે. આ 10 વર્ષમાં સૌથી વધુ છે. જરૂરી સ્પેરપાર્ટ અને કામદારોનો અભાવ, વિમાનોમાં ખર્ચાળ ટ્રાન્સપોર્ટેશન અને ગભરાટમાં લાગુ કરાયેલા લૉકડાઉનના ઉપાયોએ અર્થતંત્રને પ્રભાવિત કર્યું છે.

ડેલ્ટા વેરિયન્ટ પણ વર્તમાન સ્થિતિ માટે જવાબદાર છે, પરંતુ મહામારીની અર્થતંત્ર પર અસરની રીતમાં પરિવર્તન આવ્યું છે. સંક્રમણની લહેરોથી ગતિવિધિ અચાનક અટકી જવાને કારણે વાઈરસની વિકાસ દર પર અસર અને ભાવ ઘટવાથી દુનિયા ટેવાઈ ગઈ છે. જેનાથી વિરુદ્ધ ડેલ્ટા વેરિયન્ટ મોંઘવારી અને બેરોજગારી વધારનારો સાબિત થઈ રહ્યો છે. વિકાસ દર પર તેની અસર ઓછી પડી છે.

ડેલ્ટાથી ધનિક દેશોમાં ગ્રાહકોના ખર્ચ તો પ્રભાવિત થયા છે, પરંતુ સંપૂર્ણ રીતે બંધ થયા નથી. વધુ વેક્સિનેશન ધરાવતા દેશોમાં સંક્રમણને કારણે ગ્રાહકોની આવન-જાવન પર વધુ અસર થઈ નથી. ડેલ્ટાની લહેર વચ્ચે યુરોપનું સર્વિસ સેક્ટર ફરી ખૂલી ગયું છે.જાપાનમાં કટોકટી છતાં ગ્રાહક દુકાનોથી દૂર થયો નથી. જોકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડમાં લૉકડાઉનને કારણે મંદી આવી છે. ચીનમાં સર્વિસ સેક્ટર પ્રભાવિત થયું છે. ડેલ્ટાના ફેલાવાથી માલ-સામાનના વૈશ્વિક પુરવઠામાં અવરોધ આવ્યો છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં વેક્સિનેસનના ઓછા દરને કારણે કારખાનામાં ઉત્પાદન અને સપ્લાય નેટવર્ક અસ્ત-વ્યસ્ત છે.

સર્વિસ સેક્ટરનું મહત્ત્વ હવે સર્વિસ સેક્ટર દ્વારા ઝડપી વિકાસનો રસ્તો ખુલી શકે છે. વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં અમેરિકાના પરિવારોમાં સેવાઓ પાછળનો ખર્ચ 2019ની સરખામણીમાં 3 ટકા ઓછો રહ્યો છે. જો ડેલ્ટાએ મનોરંજન અને હોસ્પિટાલિટી જેવી સેવા ઈન્ડસ્ટ્રીને પ્રભાવિત કરી છે તો સરકાર તરફથી વધુ રાહત પેકેજથી મોંઘવારી વધશે. સંક્રમણના કેસોમાં, જનતાનું પરિવહન અને સર્વિસ સેક્ટરમાં વધારાની વચ્ચે તાલમેલ ન હોવાથી લૉકડાઉન મોંઘું સાબિત થશે.

Read Also

Related posts

ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?

Hardik Hingu

યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો

Akib Chhipa

પોલિટિક્સ / પંજાબમાં લોકસભા ચૂંટણી અકાળી દળ સાથે લડશે બસપા, માયાવતીએ કર્યું ગઠબંધનનું એલાન

Hardik Hingu
GSTV