GSTV
Gujarat Government Advertisement

અમેરિકાએ એચ-1બી વીઝાધારકોના નિયમોમાં બદલાવ કરવાની કવાયત

Last Updated on February 23, 2019 by

અમેરિકામાં એચ-1બી વીઝાધારકોના જીવનસાથી કામ નહીં કરી શકે. એચ-1બી વીઝાધારકોના જીવનસાથીને વર્ક પરમિટ આપવાના નિયમોમાં બદલાવ કરવાની કવાયત ચાલી રહી છે. વ્હાઈટ હાઉસમાં ઔપચારિક રીતે રજૂ કરાયેલા પ્રસ્તાવિત બદલાવમાં એચ-1બી વીઝાધારકોના જીવનસાથીના વર્ક પરમિટને ખતમ કરવાની વાત કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રસ્તાવની સ્વીકૃતિ થયા બાદ લગભગ 90 હજાર વીઝાધારકોના પતિ અથવા પત્ની પ્રભાવિત થશે. જેમાં મોટી સંખ્યામાં ભારતીયો છે. બુધવારે આ પ્રસ્તાવ બજેટ માટે વ્હાઈટ હાઉસ ઓફિસના મેનેજમેન્ટ વિભાગ પાસે મોકલાયો હતો. મહત્વનું છે કે આઈટી સેક્ટર માટે સૌથી વધારે માગવાળા એચ-1બી વીઝા એક બીનઅપ્રવાસી વીઝા છે. જે અમેરિકી કંપનીઓને વિદેશી કર્મચારીઓ રાખવાની અનુમતિ આપે છે. અને અમેરિકાની પ્રૌદ્યોગિકી સાથે જોડાયેલી કંપનીઓ દર વર્ષે આ વીઝાની મદદથી હજારો ભારતીય અને ચીની કર્મચારીઓને પોતાને ત્યાં નિયુક્ત કરે છે.

આ પ્રસ્તાવ પર વ્હાઈટ હાઉસે અંતિમ નિર્ણય લેવાનો છે. અંતિમ નિર્ણય લેતા પહેલા વ્હાઈટ હાઉસ આ પ્રસ્તાવની સમીક્ષા કરી શકે છે. અને અનેક એજન્સીઓ પાસેથી આ સંબંધે ઈનપુટ પણ લઈ શકે છે. અને આ પ્રક્રિયામાં એક અઠવાડિયાથી લઈ એક મહિના સુધીનો સમય લાગવાનો અનુમાન છે.

Gujarat Government Advertisement

Related posts

ભાજપની લીલાઃ ઠાકરેના નામનો વિરોધ કરવા જેનું કટ્ટર વિરોધી હતું એને સન્માન અપાવવા પાડ્યો આ ખેલ

Dhruv Brahmbhatt

મિઝોરમ / દુનિયાના સૌથી મોટા પરિવારનાં વડા જિઓના ચાનાનું નિધન, 38 પત્નીઓ અને 89 બાળકો હતા

Dhruv Brahmbhatt

મોદી બગડ્યા / મંત્રીઓએ રજૂ કરવું પડશે રિપોર્ટકાર્ડ, આ ત્રિપૂટી આપશે રેન્ક, 5 કેબિનેટ મંત્રીઓ એડવાન્સમાં જ પાસ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!