GSTV

ચેતવણી/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને ખતરાની આશંકા, આ રીતે મજબૂત રાખો એમની ઇમ્યુનીટી

બાળકો

Last Updated on May 29, 2021 by Karan

દેશમાં કોરોનાની બીજી લહેર હજુ ખતમ થઇ નથી અને ત્રીજી લહેરની શંકા જતાવવામાં આવી રહી છે. દેશમાં તમામ વૈજ્ઞાનિક અને એક્સપર્ટ આગાહ કરી રહ્યા છે કે ત્રીજી લહેર બાળકો માટે ઘાતક સાબિત થઇ શકે છે. બાળકોને ત્રીજી લહેરથી બચાવવા માટે એમની ઇમ્યુનીટી મજબૂત કરવા પર જોર આપવામાં આવે છે.

એવામાં લોકોના મનમાં સવાલ ઉભા થઇ રહ્યા છે કે બાળકોની ઈમ્યુનીટી મજબૂત થશે ? તમારા આ જ સવાલના જવાબ અમે લઇને આવ્યા છે. દેશભરમાં મશહુર આયુર્વેદિક વિશેષજ્ઞ તેમજ કેટલીક બુકોના લેખક ડો. અબરામ મુલતાની મુજબ, લાલ, પીળા અને નારંગી રંગના ફાળો અને શાકભાજીમાં વિટામિન સી અને કેરોટેનોઈડ્સ હોય છે. શાકભાજી અને ફાળોનો પીળો, નારંગી અને લાલ કલર કેરોટેનોઈડ્સના કારણે હોય છે. બાળકોનું શરીર આ કેરોટેનોયડ્સને વિટામિન Aમાં બદલી નાખે છે, જેનાથી એમની મ્યુક્સ મેમ્બ્રેન સ્વસ્થ રહે છે.

બાળકોને શું ખવડાવશો

એક સ્ટડી મુજબ, કેરોટિનોઇડ શરીરમાં પ્રતિરક્ષા કોશિકાઓની સંખ્યાને પણ વધારે છે. જે બાળકની ઇમ્યુનીટી વધે છે. એવામાં તમે બાળકોની ડાયટમાં બ્રોકલી, કેળા, શિમલા મિર્ચ, સંતરા, સ્ટ્રોબેરી, અંગુર, લીંબુ વગેરે વિટામિત સીથી ભરપૂર વસ્તુ સામેલ કરી શકો છો. આ વસ્તુ એમના ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શકે છે.

સફરજનનું વિનેગર આપો

સફરજન

દેશમાં મશહૂર આયુર્વેદિક વિશેષજ્ઞ ડો. અબરામ મુલતાની મુજબ, જો બાળકો પીય શકે તો એમને સવાર સાંજ સફરજનનું વિનેગર આપો. એના માટે અડઘી ચમચી વિનેગર એક કપ પાણીમાં ભેળવીને બાળકને પીવડાવો. એ ઉપરાંત જમવાનું બનાવવામાં આદુ અને લસણનો ઉપયોગ જરૂર કરો.

ઓઈલી ફીસનું સેવન

ઓઈલી ફીસ જેમકે મેકરેલ, હેરિંગ અને ફ્રેશ ટુનામાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ દ્વારા પ્રકાશિત એક અભ્યાસ અનુસાર ઓમેગા-3 ફેટી એસિડ તમારી પ્રતિરક્ષા પ્રણાલીને વિનિયમિત કરવામાં મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડની કેટલીક માત્રા સફેદ માછલી જેવી કે કોળી અને હેડોકમાં મળે છે. વેજીટેબલ ઓઇલ, અળસી, લીલા શાકભાજી અને હેઝલનટ્સ વગેરેમાં ઓમેગા-3ના અન્ય સ્ત્રોતો સામેલ છે. તમે બાળકોની ડાઈટમાં આ શામેલ કરી શકો છો.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!