ગિલોય એ ખૂબ જ સસ્તી આયુર્વેદિક દવા છે અને તે સરળતાથી ઉપલબ્ધ છે. તેને ગુડુચી અથવા અમૃતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આયુર્વેદમાં ગિલોયનો ઉપયોગ અનેક રોગોની સારવાર માટે થાય છે. ગિલોયનો રસ અને ઉકાળો ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ જેવા ગંભીર રોગોમાં આપવામાં આવે છે અને તે ઘણા પ્રકારના વાયરલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનથી પણ બચાવે છે.

ઇમ્યુનિટી વધારવા માટે પણ ગિલોયનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે દરરોજ એક કપથી વધુ ગિલોયનો ઉકાળો ન પીવો જોઈએ કારણ કે આ ઉકાળો એકથી વધુ કપ પીવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. જ્યારે જો તમે કોઈ રોગથી પીડિત છો, તો તમારે ડોક્ટરની સલાહ લીધા પછી જ તે પીવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ પણ નવજાત બાળકોને ઉકાળો આપતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આવા લોકોને આ ઉકાળો પીવાથી લો બ્લડ પ્રેશર અને ઓટોઇમ્યુન રોગોનો ખતરો રહે છે.
દરરોજ ગિલોયનો ઉકાળો પીવાથી શરીર અનેક પ્રકારના ઈન્ફેક્શન અને ઈન્ફેક્શનના તત્વોથી બચી શકે છે. ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઓછા હોય ત્યારે પણ ગિલોયના ઉકાળાનું સેવન કરવામાં આવે છે, જેના કારણે પ્લેટલેટ્સ ખૂબ જ ઝડપથી વધે છે. સંધિવાના રોગમાં પણ ગીલોય ખૂબ જ ફાયદાકારક છે અને બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે પણ ફાયદાકારક છે. તમે ઘરે પણ ગીલોયનો ઉકાળો બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવાની રીત…
સામગ્રી
- 2 કપ પાણી
- ગિલોયની 2 નાની ડાળી
- 2 તજની લાકડીઓ
- 5 તુલસીના પાંદડા
- 8 ફુદીનાના પાંદડા
- 2 ચમચી મધ
- અડધી ચમચી હળદર
- 1 ચમચી કાળા મરી પાઉડર
- 1 આદુનો ટુકડો

બનાવવાની રીત
- 1 પેનમાં 2 કપ પાણીને મધ્યમ તાપ પર ઉકાળવા માટે મુકી દો
- તેમા ગિલોય નાખો
- 2 તજ લાકડી, 5 તુલસીના પાંદડા, 8 ફુદીનાના પાંદડા, અડધી ચમચી હળદર, 1 ચમચી કાળા મરી પાઉડર અને આદુ નાખો
- આ પાણીને અડધા કલાક સુધી ઉકાળો
- તેના પછી ઉકાળાના ઠંડુ કરી ગાળી લો
- 2 ચમચી મધ નાખો
આવી રીતે તૈયાર થઈ જશે ગિલોયનો ઉકાળો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…
MUST READ:
- મોટા સમાચાર/ ડીઝલના રેટને કાબુમાં રાખવા માટે મોદી સરકારનો મોટો નિર્ણય, જાણશો તો ખુશ થઇ જશો
- Janmashtami 2022/ 400 વર્ષ પછી 8 ખુબ જ શુભ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી! જાણો કેટલા વર્ષના થઇ ગયા કૃષ્ણ
- ભગવાન શ્રી કૃષ્ણનો 5249મો પ્રાગટયોત્સવ! ઉત્સાહનું ઘોડાપૂર, ઠેરઠેર શોભાયાત્રા અને મટકી ફોડ સહિત કાર્યક્રમો
- 11 દોષિતોને મુક્ત કરાયા બાદ બિલકિસ બાનોની આવી પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
- ફિનલેન્ડના પીએમનો મિત્રો સાથે ઠુમકા લગાવતો વાડિયો વાયરલ, રાજીનામાની માંગ