GSTV

Health Tips: કોરોના કાળમાં ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવશે આ સ્પેશિયલ જ્યૂસ, આ રીતે ઝટપટ ઘરે જ બનાવો

કોરોના

કોરોના વાયરસ મહામારીનો ખતરો હજુ ટળ્યો નથી અને તે વધુને વધુ ધાતક બનતો જઇ રહ્યો છે. આ વચ્ચે જરૂરી છે કે દરેક વ્યક્તિ પોતાની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે. ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવા માટે વિભિન્ન રીતો અજમાવવામાં આવી શકે છે. પરંતુ તાજી શાકભાજી અને રસોડામાં રહેલા મસાલા તથા ઔષધીઓ કરતાં સારુ બીજુ કંઇ નથી. તે બધાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ પૌષ્ટિક સાબિત થાય છે.

સફળ ઇમ્યુનિટી બૂસ્ટિંગમાં પણ તમામ પ્રકારના જરૂરી એન્ટીઓક્સિડેંટને સામેલ કરવા જરૂરી હોય છે. તે શરીરમાં મજબૂત ઇમ્યુન સિસ્ટમ બનાવવામાં મદદ કરે છે. બેક્ટેરિયા અથવા વાયરસથી થતી બિમારીઓથી બચવા માટે ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવી આજના સમયની માગ છે. ઇમ્યુન સિસ્ટમ સમય સાથે વિકસિત થાય છે તેથી વ્યક્તિએ જેટલુ શક્ય હોય પૌષ્ટિક ખાદ્ય પદાર્થોનું સેવન કરવુ જોઇએ.

જો તમે જ્યૂસ પસંદ કરી શકતા હોવ તો ઘરમાં જ ઇમ્યુન સિસ્ટમ મજબૂત કરવા માટે એક પીણુ બનાવી શકો છો. દૂધમાં જ હળદર મિક્સ કરીને પીવુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. પરંતુતાજી હળદરથી તમે ઘરે જ એક પીણું બનાવી શકો છો. તાજી હળદર, તાજા આમળા, તાજા આદુને મિક્સ કરીને તમે જ્યુસ તૈયાર કરી શકો છો.

જ્યુસ બનાવવાની સામગ્રી

  • તાજી હળદર- 250 ગ્રામ
  • તાજા આમળા- 200 ગ્રામ
  • તાજુ આદુ- 100 ગ્રામ
  • મધ અને કાળા મરી- સ્વાદ પ્રમાણે

રીત

  • આમળા, તાજી હળદર અને આદુ પીસી લો, પછી પાણી સાથે તેનું મિશ્રણ કરો અને ગાળી લો.
  • ગાળી લીધા બાદ થોડુ વધુ પાણી ઉમેરો. આવુ ત્રણ-ચાર વાર કરો.
  • આમ કર્યા બાદ તમે આરામથી એક કપ જ્યુસનું સેવન કરી શકો છો. જો તમને 1 લીટર રસ મળે તો તેને એક અઠવાડિયા માટે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો.

Read Also

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!