GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

ભારતમાં કોરોના વાયરસ ફેલાવાની ગતિ ઓછી હોવા અંગે તબીબોએ આપ્યુ આ તારણ

ભારતીયોમાં હર્ડ ઇમ્યુનિટી એટલે કે ટોળામાં ફરતાં હોવાથી થોડા થોડા વાયરસ તેમના શરીરમાં પ્રવેશી જતાં હોવાથી તેમની વાયરસને પ્રતિકાર કરવાની ક્ષમતા આપોઆપ વધી જતી હોવાનું જોવા મળે છે. પરિણામે ભારતમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાની ગતિ ઓછી હોવાનું અને ભારતીયોમાં કોરોના વાયરસ ઓછો જીવલેણ બનતો હોવાનું જોવા મળી રહ્યું છે. દુનિયાના અન્ય દેશોની તુલનાએ ભારતમાં મરણઆંક ઓછો હોવાનું કારણ પણ તેની હર્ડ ઇમ્યુનિટી જ હોવાનું તબીબોનું માનવું છે. 

આ રસી કરે છે રક્ષણ

બીજું, બહુ જ નાની ઉંમરમાં બાળકોને બીસીજીની રસી આપી દેવામાં આવતી હોવાથી તેમના શરીરમાં ટી લિમ્ફોસાઈટ એક્ટિવ થઈ જતાં  હોય છે. ટી લિમ્ફોસાઈટને આપણે શરીરના રક્ષક દળના સેનાપતિ તરીકે ઓળખાવી શકીએ છીએ. આ ટી લિમ્ફોસાઈટ્સ શરીરમાં કોઈપણ નવા વાયરસ કે બૅક્ટેરિયા પ્રવેશે કે તરત જ તેને મારી નાખવાની કામગીરી કરે છે. કોરોના વાયરસનો હાઉ ઊભો થયો છે.તેને પરિણામે ટોળામાં ફરતાં ભારતીયોના શરીરમાં થોડા થોડા વાયરસ પ્રવેશી ગયા હોય તો પણ તેમની આંતરિક રોગ પ્રતિકારક શક્તિએ તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા કેળવવાની ચાલુ કરી દીધી હશે. તેમ જ ભારતીયોના શરીરમાં બીસીજીની રસીને કારણે ટી લિમ્ફોસાઈટ વધુ સક્રિય રહેતો હોવાથી કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાતો નથી અને ફાલેય છે ત્યાર તેનો પ્રતિકાર કરવાની ક્ષમતા પણ અન્ય દેશના નાગરિકો કરતાં વધુ ઝડપથી આવી જાય છે, એમ આજે ગુજરાત ચેમ્બરમાં કોરોના વાયરસનો ચેપ અંગે માહિતી આપતા ફેંફસાના રોગના નિષ્ણાત અને ક્રિટિકલ સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલે જણાવ્યું હતું.

આ રોગોને પણ આપી છે માત

તેમણે કહ્યું હતું કે બર્ડ ફ્લુ ને સ્વાઈન ફ્લુની તકલીફમાંથી ભારતીયો વિશ્વના અન્ય દેશોની તુલનાએ વહેલા બહાર આવી શક્યા છે તેનું કારણ પણ ભારતીયોની વધુ મજબૂત રોગપ્રતિકારક શક્તિ છે. બર્ડ ફ્લુ અને સ્વાઈન ફ્લુ વખતે લૉકડાઉન પણ કરવામાં આવ્યું નહોતું. કોરોના વાયરસનો ચેપ ફેલાવાની શક્યતાને ધ્યાનમાં લઈન ેલૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તે વધારાનો એડવાન્ટેજ છે.

તેમણે કહ્યું હતું કે કોરોના વાયરસના ચેપના આરંભિક તબક્કામાં દરદીને નેઝલ પ્રોન્ગની મદદથી દિવસનો બેથી પાંચ લિટર ઓક્સિજન આપીને નર્સિંગ હોમના લેવલે સારવાર કરાવી શકાય છે. તેમાં ૪૦ ટકા જેટલા દરદીઓ સાજા જ થઈ જાય છે. આ સારવારથી સુધારો ન જાણાય તો તેમને રોજના દસ લિટર ઓક્સિજન આપીને રિ બ્રિધિંગની મદદથી રિકવરી કરાવી શકાય છે. આ સારવાર આપીને ૫૦થી ૭૦ ટકા દરદીઓને સાજા કરી શકાય છે. તેની સાથે તેમને એઝિથ્રોમાઈસિન જેવી દવા આપીને કે ક્લોરોક્વિન જેવી દવાના ડૉક્ટરની સલાહથી ડોઝ આપીને સાજાં કરી શકાય છે. નાની હોસ્પિટલમાં એટલે કે નર્સિંગ હોમને લેવલે પણ આ સારવાર મેળવી શકાય છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારીને લઇને હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો મામલો, જજ પોતે સિવિલ હોસ્પિટલની લેશે મુલાકાત

Nilesh Jethva

હવે આખી ગલવાન ઘાટી પર ચીને દાવો કર્યોઃ ભારતને દૂર રહેવાની ચેતવણી આપી

Nilesh Jethva

ભારતમાં કોરોના પોઝિટીવ 1.50 લાખને પાર, માત્ર 8 દિવસમાં વધ્યા નવા 50 હજાર કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!