GSTV
Home » News » અકળાવતી ગરમીમાં ચહેરાનો નૂર રાખે બરકરાર : આઇસ ક્યુબ મસાજ

અકળાવતી ગરમીમાં ચહેરાનો નૂર રાખે બરકરાર : આઇસ ક્યુબ મસાજ

ધોમધખતી ગરમીમાં  ઠંડા ઠંડા બરફના ગોલા, શરબત ખાવા-પીવાની મોજ પડી જાય. થોડો બરફ પેટમાં જાય એટલે જાણે કે સાતે કોઠે ટાઢક પડી ગઇ હોય એવું લાગે. પરંતુ તમે વારંવાર બરફને આ રીતે પેટમાં ન પધરાવી શકો. અને બહારના  તડકામાંથી ઘરે આવ્યા પછી કે રસોઇ બનાવીને પરસેવે રેબઝેબ થઇ ગયા હો ત્યાર બાદ  ચહેરા પર થોડો બરફ લગાવો તો કેવી ઠંડક મળે. 

સામાન્ય રીતે ગરમીના દિવસોમાં આપણે વારંવાર ચહેરા પર પાણીની છાલકો મારતા રહીએ છીએ. પરંતુ તેને કારણે ત્વચા પરનું કુદરતી તેલ ઓછું થઇ જવાની ભીતિ રહે છે. આવી સ્થિતિમાં કરવું શું? આનો જવાબ આપતાં ત્વચા નિષ્ણાતો કહે છે ક ે અતિશય ગરમી અને ભેજવાળા વાતાવરણમાં આઇસ ક્યુબ મસાજ તમારી અકળામણ દૂર કરીને તમને તાજગીથી ભરી દે છે. તમે એક પાતળા રૂમાલમાં થોડાં ક્યુબ બરફ નાખીને થોડીવાર સુધી ચહેરા પર ગોળાકારમાં મસાજ કરો તો તમારો સઘળો થાક ઉતરી જતો જણાય.

 પરંતુ ત્વચાને પોષણ આપવા તમે અન્ય કેટલાંક પ્રકારના આઇસ ક્યુબનો ઉપયોગ પણ કરી શકો. તેઓ તેના વિશે વધુ જાણકારી આપતાં કહે છે કે તમે બરફ જમાવો ત્યારે એ પાણીમાં થોડાં ટીપાં જાસ્મિન  કે અન્ય કોઇ એસેન્શિયલ ઓઇલ નાખી શકો. આ સિવાય પણ ત્વચામાં ચમક લાવવા અન્ય કેટલાંક પ્રકારના આઇસ ક્યુબ્સ બનાવી શકાય. 

ત્વચા પર ત્વરિત ચમક લાવવા કાકડી, લીંબુ અને મધનું મિશ્રણ તૈયાર કરીને તેને આઇસ ટ્રેમાં મૂકીને જમાવી લો. આ આઇસ ક્યુબને પાંચેક મિનિટ માટે ચહેરા પર ગોળાકારમાં  ફેરવો. ત્યાર પછી પાંચેક મિનિટ રહીને ચહેરો ધોઇ લો. જો તમારા ચહેરા પર દાગ-ધાબા હશે તો આ આઇસ ક્યુબ તેને દૂર કરવામાં મદદ કરશે. 

આ સિવાય સંતરાના રસ, ટામેટાના રસ, ફુદીના અને મધના મિશ્રણમાંથી બનાવેલા આઇસ ક્યુબ પણ ચહેરા પર લગાવી શકાય. આ આઇસ ક્યુબ ચહેરા પર લગાવ્યા પછી તેને ૧૫ મિનિટ ચહેરા પર સુકાવા દો. ત્યાર પછીે ચહેરો ધોઇ લો.ત્યાર બાદ વોટર બેઝ્ડ ફેસ સીરમ લગાવી લો.

જો ચહેરા પર ખીલ હોય તો કાકડી અને ફુદીનાના રસનું મિશ્રણ આઇસ ટ્રેમા ંજમાવીને એ આઇસ ક્યુબ ચહેરા પરલગાવો. સામાન્ય રીતે ચહેરાની તૈલીય ગ્રંથિઓ વધારે પડતી સક્રિય થાય ત્યારે ખિલ થાય છે. આ આઇસ ક્યુબ સંબંધિત ગ્રંથિઓની સક્રિયતા ધીમી પાડ ેછે. આ સિવાય તુલસીના રસ, ફુદીનાના રસ, એલોવેરાના રસ અને લીંબુના રસને ભેળવીને બનાવેલા આઇસ ક્યુબથી પણ ચહેરો સાફ થાય છે. આ ક્યુબથી ચહેરા પર ૧૦ મિનિટ સુધી મસાજ કરો. ત્યાર બાદ ૨૦ મિનિટે ચહેરો ધોઇ લો. છેવટે ઓઇલ ફ્રી મઇશ્ચરાઇઝર લગાવો.

આંખો નીચે કાળા કુંડાળા આવવાની સમસ્યા સાવ સામાન્ય છે. આ કાળા કુંડાળા દૂર કરવા કાકડીના રસ અને ગુલાબજળને મિક્સ કરીને તેનું આઇસ ક્યુબ જમાવો. આ ક્યુબ આંખો પર ૧૫ મિનિટ સુધી મૂકી રાખો. પંદરેક દિવસમાં તમારા કાળા કુંડાળા ઝાંખા પડવા લાગશે. 

ચહેરાની ત્વચા  ઢીલી પડી ગઇ હોય કે ડબલ  ચીનની સમસ્યા સર્જાઇ હોય એવી સ્થિતિમાં દરરોજ પાંચેક મિનિટ સુધી ચહેરા પર માત્ર બરફનો  મસાજ કરવાથી ત્વચા કસાય છે. અને તેમાં નવી તાજગી પણ વરતાય છે. 

લીલા નાળિયેરના પાણીમાં એલોવેરા જ્યુસ ભેળવીને તેના આઇસ ક્યુબ બનાવો. હવે એકાંતરે તેના વડે ચહેરા પર ૧૦ મિનિટ સુધી મસાજ કરો. તેને ૨૫ મિનિટ રહેવા દઇને ચહેરો સાદા પાણી વડે ધોઇ લો. આમ કરવાથી ચહોરા પરના ડાઘ-ધાબા દૂર થશે. અને લાંબા વર્ષો સુધી ચહેરા પર કરચલી નહીં પડે. 

પુરુષો દાઢી બનાવ્યા પછી  ચહેરા પર આઇસ ક્યુબથી મસાજ કરે તો તેમની ત્વચા કસાયેલી રહેશે. અને ચહેરા પર ચમક આવશે તે છોગામાં.

તડકામાં કાળી પડી ગયેલી ત્વચા પર પણ આઇસ ક્યુબ અસરકારક પુરવાર થાય  છે. તમે ચાહો તો તેનો ઉપયોગ શરીરના જે ભાગમાં ગરમીને કારણે રતાશ આવી ગઇ હોય ત્યાં પણ કરી શકો છો. 

આઇસ ક્યુબથી મસાજ કરવાથી ચહેરાની ત્વચા સુંવાળી બને છે. તેથી મેકઅપ કરવાથી થોડીવાર પહેલા ચહેરા પર આઇસ ક્યુબથી મસાજ કરો. તેને કારણે મેકઅપ આસાનીથી કરી શકાય છે.

Read Also

Related posts

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!