GSTV

ક્રિસ્ટાનિલા જૉર્જીવા બન્યા IMF ચીફ, ક્રિસ્ટીન લેગાર્ડની લેશે જગ્યા

Last Updated on September 26, 2019 by Mansi Patel

IMF એટલે કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષના કાર્યકારી બોર્ડે ક્રિસટાલિના જોર્જીએવાને સંસ્થાના નવા એમડી તથા કાર્યકારી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂંક કર્યા છે. ક્રિસ્ટાલિનાએ ક્રિસ્ટીન લગાર્દનું સ્થાન લીધું છે.

આઈએમએફ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ જોર્જીએવાની નિમણૂંક 189 દેશના સભ્યોવાળી સંસ્થાના 24 સભ્ય કાર્યકારી બોર્ડે કરી છે. તેમની પસંદગીની પ્રક્રિયા 26 જુલાઈ, 2019થી શરૂ થઈ હતી.

તેમની નિમણૂંક 1લી ઓક્ટબરથી પ્રભાવી થશે. આ પદ પર પહેલાં ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના નામની ચર્ચા હતી. રાજન ઉપરાંત બેંક ઓફ ઈંગ્લેન્ડના પૂર્વ ગવર્નર માર્ક કાર્ની, ડેવિડ કેમરુન સરકારમાં ચાન્સેલર રહી ચુકેલા જ્યોર્જ ઓસબોર્ન અને નેધરલેન્ડના પૂર્વ નાણા મંત્રી જેરોઈનનું નામ આઈએમએફના એમડી તરીકે રેસમાં હતું.

READ ALSO

Related posts

જ્યોતિષ શાસ્ત્ર / દગો આપવામાં નંબર-1 હોય છે આ 3 રાશીના લોકો, તમારા ગ્રુપ સર્કલમાં તો નથીના?

Zainul Ansari

સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર : ફેમિલી પેન્શનમાં સરકારે આપ્યો વધારો, જાણો શું રહેશે નિયમો અને શરતો…?

Zainul Ansari

Corona / કોરોના વિરૃદ્ધ ગુજરાતીઓમાં કેમ બની વધુ એન્ટિબોડીઝ? વૈજ્ઞાનિકોએ રહસ્ય પરથી ઉઠાવ્યો પડદો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!