GSTV

તમારી નોકરી પર તોળાઇ રહ્યું છે સંકટ, IMFએ વૈશ્વિક મંદી પર આપી આ ચેતવણી

મંદી

Last Updated on April 4, 2020 by Bansari

Corona વાયરસ સંક્રમણને ડામવા માટે દુનિયાભરમાં થઇ રહેલા લોકડાઉનના કારણે ખતરનાક વૈશ્વિક મંદી આવવાની આશંકા છે. વર્તમાન મંદીની ગંભીરતાનો અંદાજ પક્ત તે વાત પરથી લગાવી શકાય છે કે તે 2008માં આવેલા સ્લોડાઉન કરતાં વધુ બદતર હશે. જો વૈશ્વિક મંદી આવી તો હજારો કંપનીઓ બંધ થવાના અને નોકરી ગુમાવવાનો ખતરો ઉભો થશે. જણાવી દઇએ કે તીનમાં ગત ત્રણ મહિનાથી ચાલી રહેલા લોકડાઉન બાદ થી મોટાભાગની ફાઇનાન્સ રિસર્ચ કંપનીઓ આર્થિક મંદીની આશંકા વ્યક્ત કરી ચુકી છે.

મંદી

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ચેતવણી આપી

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ની મેનેજિંગ ડાયરેક્ટર જૉર્જીવાએ કહ્યું કે, આપણે હવે મંદીમાં છીએ, આ વૈશ્વિક મંદી આર્થિક સંકટથી પણ બદતર છે. જૉર્જીવાએ ભારપૂર્વક કહ્યુ છે કે દુનિયાભરમાં કોવિડ-19 સામેની લડાઇ વચ્ચે જીવન બચાવવા અને આજીવિકાની રક્ષા પર સાથે કામ કરવાની જરૂર છે.

મંદી

ચીન અને હવે અમેરિકાનું લ઼ોકડાઉન કરશે પ્રભાવિત

જાણકારોનું કહેવુ છે કે જાન્યુઆરીથી લઇને માર્ચ સુધી ચીનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ રહી. હવે ગત એક મહિનાથી અમેરિકા તથા યુરોપના મોટાભાગના દેશ કોરોના વાયરસ સંક્રમણના કારણે બંધ છે. તેવામાં વૈશ્વિક મંદીથી બચવુ મુશ્કેલ છે. વિશ્વ બેન્ક પહેલા જ ચેતવણી આપી ચુકી છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે વિકાસશીલ દેશો પર ખરાબ અસર પડશે.

જણાવી દઇએ કે કોરોના વાયરસનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં 30 ડિસેમ્બરની આસપાસ સામે આવ્યો હતો. તે બાદ ગત ત્રણ મહિનાથી દુનિયાભરમાં આ વાયરસ ફેલાતો જઇ રહ્યો છે. માત્ર ત્રણ મહિનાની અંદર દુનિયાના 181 દેશ આ વાયરસથી પ્રભાવિત થઇ ચુક્યા છે. અત્યાર સુધી આ વાયરસના કારણે 11 લાખ લોકો સંક્રમિત થયા છે જ્યારે 58 હજારથી વધુ લોકો દમ તોડી ચુક્યા છે.

Read Also

Related posts

IPL 2021 / કાર્તિક ત્યાગીએ છેલ્લી ઓવરમાં બાજી પટલી, પંજાબે જીતેલી મેચ ગુમાવી: રાજસ્થાનની શાનદાર જીત

Zainul Ansari

VIDEO / પલકના ઝબકારે દીવાલ પર ચડી ગઈ આ ‘સ્પાઇડર ગર્લ’, વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ: તમે જોયો કે નહીં?

Zainul Ansari

ભોજપુરી સિનેમા : એક સમયે 120 રૂપિયામાં હોટલમાં કામ કરતી હતી મોનાલિસા, આજે છે કરોડોની મલિક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!