GSTV
Home » News » IMF: વૈશ્વિક સ્તર પર ઓટોમેશનથી નોકરીઓ જવાનો દર વધશે, ભારતમાં પણ થશે અસર

IMF: વૈશ્વિક સ્તર પર ઓટોમેશનથી નોકરીઓ જવાનો દર વધશે, ભારતમાં પણ થશે અસર

વિશ્વમાં ધીરે ધીરે મશીનો દ્વારા કાર્ય પૂર્ણ કરવામાં આવે છે, આ સિસ્ટમ એટલે ઓટોમેશન. મશીનો દ્વારા કરવામાં આવતા કામને કારણે ભારતમાંથી લગભગ 9 ટકા નોકરીઓ છીનવાઇ જવાનો ડર પેદા થઇ રહ્યો છે.જોકે ભારત માટે એક રાહતની વાત એ છે કે વૈશ્વિક સ્તર પર ઓટોમેશનથી નોકરીઓ જવાનો દર 14 ટકા એટલે કે 37.5 કરોડ હશે.

આ નિવેદન ઈન્ટરનેશલ મોનિટરી ફંડના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ડેવિડ લિપ્ટન તરફથી આવ્યુ છે.તેમણે કહ્યુ કે બિઝનેસ મોડલ ઓછા વેતન અને મજદુરો વાળું હોવું જોઇએ.લિપ્ટને કહ્યુ કે ભારત અર્થવ્યવસ્થા વિસ્તારથી આવનારા વર્ષમાં 6 થી 7 ટકા વિકાસ વિકાસ દરથી આગળ વધી શકે તેમ છે.તેમણે કહ્યુ કે સ્લોડાઉન હોવા છતા ભારતનો કારોબાર બીજા દેશોની તુલનાએ ઘણો ચુસ્ત છે.

રિપોર્ટ મુજબ કંસ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં ઓટોમેશનના વધારાને કારણે અમેરિકામાં લગભગ 27 લાખ મજુરો અને 5 લાખ નોન કંસ્ટ્રક્શન મજુરો વર્ષે 2057 સુધીમાં બેરોજગાર થઇ જશે. ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાથી ભારત વૌશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધાથી બહાર થઇ ગયુ છે. ભારતમાં બજેટમાં કોઇ પ્રોજક્ટ પર ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાના નિવેદન પર લિપ્ટને કહ્યુ કે આ કારણે ભારત વૌશ્વિક સ્તર પર દેશોની સરખામણીમાં પાછળ રહી ગયું છે,આ બાબત ભારત માટે કદાચ ફાયદો થાય, પરંતુ લાંબા ગાળે એ નુક્સાન છે.

તેમણે ઉદાહરણ આપતા કહ્યુ કે ધારોકે ભારત ઘરેલુ ક્રિકેટ રમે તો તેની ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા ક્યારેય તૈયાર ન થઇ શકે. અમેરિકા-ચીન ટ્રેડ વોરથી દુનિયામાં મંદી લિપ્ટને આંતરરાષ્ટ્રીય સ્તર પર વિકાસ દર નીચે રહેવા પાછળ અમેરિકા અને ચીનના ટ્રેડવોરને કારણભુત ગણાવ્યુ છે.જોકે આનો બીજા એશિયાઇ દેશો કરતા ભારતમાં પ્રભાવ ઓછો રહેશે.કોરોના વાયરસના વૌશ્વિક વેલ્યુ ચેનના અસર બાબતે આઇએમએફ આંકલન કરી રહ્યુ છે.

READ ALSO

Related posts

પ્રજાના પ્રશ્નોને વાચા આપવાને બદલે કોર્પોરેટરો બેઠકમાં ઉંઘતા ઝડપાયા

Nilesh Jethva

વિદ્યાર્થિનીઓના માસિક ધર્મ વિવાદ પ્રકરણમાં આવ્યો નવો વળાંક

Nilesh Jethva

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર ખાતે 11મી સદીના અવશેષોને ફરી કરાયા જીવંત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!