GSTV

આર્થિક મોરચે ભારતને વધું એક ઝટકો, વિશ્વ બેંક બાદ IMFએ પણ ઘટાડ્યો GDP

Last Updated on January 21, 2020 by Mansi Patel

વિશ્વ બેંક બાદ હવે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ભારતના ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દરનો અનુમાન ઘટાડ્યો છે. આઈએમએફે દાવોસમાં ચાલી રહેલા વિશ્વ આર્થિક મંચની બેઠક દરમિયાન આ અનુમાનને જાહેર કર્યું છે.

આ અનુમાન મુજબ જોઈએ તો, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર 4.8 ટકા રહેશે. તો વળી 2020માં 5.8 ટકા અને 2021માં 6.5 ટકા રહેવાની સંભાવના છે. આઈએમએફે જણાવ્યું છે કે, અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે ભારતને ટૂંક સમયમાં જ કોઈ અસરકારક પગલું ભરવું પડશે. આ સંદર્ભમાં આઈએમએફે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા, ગ્લોબલ ઈકોનૉમિક ગ્રોથને વૃદ્ધિ આપનારી અર્થવ્યવસ્થામાનું એક છે, એટલા માટે ભારતને ઝડપી પગલાં ભરવા જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રનું આવું હતું અનુમાન

સંયુક્ત રાષ્ટ્ર સંઘે કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 5.7 ટકા રહેશે. જેને કારણે ભારતને ઝટકો લાગ્યો છે. કારણ કે, આ વૈશ્વિક નિકાસના પૂર્વેના અનુમાનોથી ઓછો છે. એક અભ્યાસમાં સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે, અમુક ઉભરતા દેશોમાં આ વર્ષે જીડીપીમાં ઉછાળો જોવા મળી શકે છે. વિતેલા વર્ષમાં વૈશ્વિક આર્થિક વિકાસ દર સૌથી ઓછું 2.3 ટકા રહ્યા બાદ સંયુક્ત રાષ્ટ્રે આ વાત કહી હતી.

યુએન વિશ્વ આર્થિક સ્થિતી અને સંભાવના, 2020 મુજબ વર્ષ 2020માં 2.5 ટકા વૃદ્ધિની સંભાવના છે. જો કે, વ્યાપાર તણાવ, નાણાકીય ભીડ તથા ભૂસ્તરીય તણાવ વધતા અર્થતંત્ર ડામાડોળ બન્યું છે.

ભારતને નૈતિક ઉપાયો શોધવાની જરૂર

આઈએમએફના એશિયા અને પ્રશાંતના હેડ રાનિલ સાલગાડોએ કહ્યું હતું કે, લાખો ભારતીયોને ગરીબીમાંથી બહાર લાવવા માટે હવે ભારત આર્થિક ભીંસનો સામનો કરી રહ્યું છે. આ ભીંસને દૂર કરવા માટે અને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ભારતને ઝડપથી કોઈ નૈતિક ઉપાયો શોધવાની જરૂર છે.

પોતાના વાર્ષિક રિપોર્ટમાં આઈએમએફે કહ્યું કે, ભારત માટેનો ગ્રાફ નીચે રહ્યો છે. સાલગાડોએ કહ્યું હતું કે, આર્થિક ભીંસના કારણે એનબીએફસીમાં વ્યાજની ઘટ છે. જેમાં વધારાના દેવાને લઈ પરિસ્થિતી કપરી બની છે.

ગોપીનાથે વર્ષ 2025 સુધી ભારતના 5000 અબજ ડૉલરની અર્થવ્યસ્થાને લઈ શંકા ઉત્પન્ન કરી હતી. જેના ભાગરૂપે તેમણે પોતાનો મત પણ રજૂ કર્યો હતો. ગોપીનાથે કહ્યું હતું કે, આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારતને વિતેલા છ વર્ષની વિકાસ દરની સરખામણીએ બજાર કિંમત 10.5 ટકાના દરે જીડીપી પ્રાપ્ત કરવો પડશે. બજારમાં સ્થિરતાના કારણે આઠથી નવ ટકા વિકાસ દર પ્રાપ્ત કરવો પડશે.

2018-19માં 6.8 ટકા હતો જીડીપી

2018-19માં વિકાસ દર 6.8 ટકા રહ્યો હતો. તેથી જોવા જઈએ તો, આમા લગભગ 1.8 ટકાનો ઘટાડો છે. વિશ્વની તમામ રેટિંગ એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે ભારતના જીડીપી અનુમાનને ઘટાડ્યો છે. મૂડીઝે પણ માર્ચ 2020માં પુરા થઈ રહેલા નાણાકીય વર્ષમાં જીડીપી અનુમાન 5.8 ટકાથી ઘટાડીને 4.9 ટકા કરી દીધો છે. ફિચે નાણાકીય વર્ષ 2019-20 માટે વિકાસ દર 4.6 ટકા રહેવાની સંભાવના દર્શાવી છે. તો 2020-21માં 5.6 ટકા અને 2021-22માં 6.5 ટકા જીડીપી રહેવાનું અનુમાન જણાવ્યું છે.

જૂલાઈ-સપ્ટેમ્બરમાં 4.5 ટકા રહ્યો હતો વિકાસ દર

જૂલાઈ-સપ્ટેમ્બર, 2019માં ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર ઘટીને માત્ર 4.5 ટકા રહ્યો હતો. જે લગબગ સાડા છ વર્ષના સૌથી નીચા તળીયે છે. અગાઉ જાન્યુઆરી-માર્ચ, 2013માં જીડીપી દર 4.3 દર રહ્યો હતો. જ્યારે જૂલાઈ-સપ્ટમ્બર 2018માં સાત ટકા રહ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં વિકાસ દર પાંચ ટકા રહ્યો હતો.

કેન્દ્ર સરકારે પણ અનુમાન લગાવ્યું હતું

આ અગાઉ કેન્દ્ર સરકારે પણ નાણાકીય વર્ષ 2019-20 વિકાસ દરનું અનુમાન દર્શાવ્યું હતું. જે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી પાંચ ટકા રહેવાની સંભાવના જણાવી હતી. જે વિતેલા એક દાયકામાં સૌથી ઓછો છે. સરકારી બજેટ બાદ ફેબ્રુઆરી મહિનામાં નાણાકીય વર્ષનું બીજું અનુમાન પણ જાહેર કરશે.

READ ALSO

Related posts

કાળા અંગ્રેજો: દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો

Pravin Makwana

WhatsApp યુઝર્સ માટે ખરાબ સમાચાર ! એપથી હટાવવામાં આવી રહ્યું છે આ ફીચર, જાણો કારણ

Damini Patel

ભૂલથી પણ આવો કોલ આવે તો ચેતજો નહીં તો…., 25 લાખની લાલચમાં યુવાને ગુમાવ્યા આટલાં લાખ અને ઘર પણ ભાંગ્યું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!