ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) સ્કાઈમેટની ઓછા વરસાદની આગાહીને ફગાવતા કહ્યું છે કે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે અને ઓગષ્ટમાં આગાહીથી વધારે વરસાદ વરસશે. આ વરસાદ અનુમાનથી વધુ પડશે, જે બે મહિના પહેલા કરવામાં આવ્યું હતું.
આઈએમડી મુજબ, દેશમાં એલપીએનો 96 ટકા વરસાદ પડશે. બુધવારે સ્કાઈમેટ દ્વારા કરાયેલી આગાહીને હવામાન વિભાગે ફગાવી દીધી છે. જેમાં સ્કાઈમેટે સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરી હતી. તેણે કહ્યું હતું કે ઓગષ્ટમાં 88 ટકા વરસાદ રહેશે.
ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે
આઈએમડીએ શુક્રવારે કહ્યું છે કે ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય રહેશે. આ દરમ્યાન સારો વરસાદ રહેવાની 63 ટકા શક્યતા છે. સાથે જ સામાન્યથી ઓછા વરસાદની 47 ટકા સંભાવના છે. એટલેકે એલપીએનો 94-100 ટકા વરસાદ રહેશે, જે એક સારા એંધાણ છે
નબળુ ચોમાસુ રહેવાનો સ્કાઈમેટે દાવો કર્યો છે
સ્કાઈમેટે નબળુ ચોમાસુ રહેવાનો દાવો કર્યો છે. સ્કાઈમેટના જણાવ્યા મુજબ ઓગષ્ટમાં સરેરાશ વરસાદ 88 ટકા થઈ શકે છે. આ અગાઉ એપ્રિલમાં કહ્યું હતું કે ઓગષ્ટમાં 96 ટકા અને સપ્ટેમ્બરમાં 93 ટકા વરસાદ રહેશે. આ સિવાય સ્કાઈમેટે એપ્રિલમાં પણ કહ્યું હતું કે એલપીએનો 100 ટકા વરસાદ રહેશે. એટલેકે સામાન્ય વરસાદ રહેશે.
શું છે એલપીએ?
લાંબા ગાળાનુ સરેરાશ (એલપીએ)ની 96 થી 104 ટકા વરસાદને સામાન્ય મનાય છે. એલપીએના 90 થી 96 ટકા વરસાદને ઓછો વરસાદ મનાય છે.
અત્યાર સુધી દેશમાં ચોમાસાની સ્થિતિ કેવી રહીં?હવામાન વિભાગ મુજબ, દેશમાં ચોમાસાનું ડ્રિસ્ટ્રીબ્યુશન કૃષિ મુજબ અત્યાર સુધી સારું રહ્યુ છે અને કોઈ પણ વૈશ્વિક એજન્સીએ ખરાબ વરસાદના સંકેત આપ્યા નથી. આગળ પણ ચોમાસાની સ્થિતિ સારી રહેશે.
- ભગવંત માન કોને ‘બેવકુફ’ બનાવી રહ્યા છે? આમ આદમી ક્લિનિકમાં પરિવર્તિત કરાયેલા અનેક પીએચસી, ગંદા શૌચાલય, તૂટેલી ખુરશીઓ, મશીનો બંધ પડેલા છે
- ઉદયનિધિ સ્ટાલિનની નજીક આવતા DMK કાર્યકરોને ધક્કા મારીને ધકેલવામાં આવ્યા
- ગુર્જર સમાજમાં ભગવાન દેવનારાયણની શું છે આસ્થા, કેમ જઈ રહયા છે PM મોદી?
- Kursi Nashin/ અંગ્રેજોની સામે બેસવા માટે પણ પરમિશનની જરૂર, 1887નું પ્રમાણપત્ર જોઇને વિચારમાં પડી જશો
- પઠાણ કલેક્શનઃ ‘પઠાણ’ના તોફાનમાં ‘ગાંધી ગોડસે ઉડાવી…’, શાહરૂખ ખાનની ફિલ્મે ત્રીજા દિવસે પણ ખૂબ કમાણી કરી
પ્રારંભમાં જ્યારે જુલાઈના બીજા અઠવાડિયા સુધીમાં મધ્ય ભારતમાં વરસાદ આવ્યો હતો ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ઓછો વરસાદ દેખાયો. ઉત્તર પ્રદેશમાં 43 ટકા ઓછો વરસાદ થયો. પરંતુ છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ નોંધાયો. જેને કારણે હવે સરપ્લસ 7 ટકા પર પહોંચી ગયો છે. વરસાદની ખરાબ સ્થિતિ સૌથી વધુ પૂર્વોત્તરમાં છે. હજી સુધી 26 ટકા વરસાદ થયો છે. પરંતુ તેમ છતા દેશના 80 ટકાથી વધુના ભાગમાં સારો વરસાદ નોંધાયો છે.