GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજા મહેરબાન: ભારે વરસાદથી ભરાયા ઠેરઠેર પાણી, પ્રી-મોન્સૂન પ્લાનની ખુલી ગઈ પોલ

મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદના કારણે સાંતાક્રુઝ, હિંદમાતા અને ચેમ્બુર અને કિંગ સર્કલ વિસ્તારમાં પાણી ભરાયા. હિંદમાતા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો. તો બીએમસી દ્વારા પાણીના નિકાલ માટે પંપ લગાવવામાં આવ્યા હતા. ભારે વરસાદના કારણે માયાનગરી પાણી-પાણી થઈ છે. ત્યારે શહેરમાં પાણી ભરતા બીએમસીની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી છે.

ભારે વરસાદને કારણે જનજીવન પર અસર

મુંબઈમાં ધોધમાર વરસાદન કારણે જનજીવન પર અસર થઈ છે. ત્યારે હિંદમાતા વિસ્તારમાં વરસાદના પાણી ભરાયા. જેથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે મુંબઈનગરી પાણી-પાણી થઈ છે. જેથી બીએમસીની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખુલી છે. તો પાણીના નિકાલ માટે બીએમસી દ્વારા વિવિધ વિસ્તારમાં પંપ લગાવવામાં આવ્યા છે.

નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

મુંબઈના ચેમ્બુરમાં ભારે વરસાદ બાદ પાણી ભરાયા. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો. વહેલી સવારથી ચેમ્બુર સહિતના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જેથી કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો.

મલાડમાં જળબંબાકારની સ્થિતિ

મુંબઈના મલાડમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના કારણે રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જેથી કેટલાક વાહન ચાલકોના વાહન પાણીમાં બંધ થઈ ગયા. તો નિચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. કેટલાક લોકોના ઘરમાં વરસાદના પાણી ઘુસી જતા હાલાકીમાં વધારો થયો હતો.

મિલન સબ-વેમાં ભરાયા પાણી

તો આ તરફ મિલન સબ-વેમાં પણ વરસાદના કારણે પાણી ભરાયા. જેથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. સબ-વેમાં પાણી ભરાવાના કારણે સસ્તો બંધ કરવામાં આવ્યો. તો બીએમસી દ્વારા પાણીના નિકાલ માટે પંપ લગાવવામાં આવ્યા હતા.

હાઈટાઈડની ચેતવણી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં આજે પણ મેઘરાજાએ મહેર વરસાદી છે. અને બપોરે હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે. મુંબઈમાં ગતરાતથી વરસાદ વરસ્યો છે. અને સિવાન, કિંગ સર્કલ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.

ત્રણ દિવસ પહેલા હવામાન વિભાગનું એલર્ટ

હવામાન વિભાગે મુંબઈ,નવી મુંબઈ, રાયગઢ, પાલઘર, ઠાણે સહિતના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ત્રણ દિવસ અગાઉ ઓરેન્જ એલર્ટ અને ગઈકાલથી રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મુંબઈમાં અનેક સ્થળે વરસાદી પાણી ભરાતા મુંબઈ મહાપાલિકા તંત્રએ કવાયત હાથ ધરી છે.

Related posts

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel

મોદી સરકારમાં રેલવેએ બનાવ્યો આ શરમજનક રેકોર્ડ, ઈતિહાસમાં યાદ કરાશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!