GSTV

તાઉતે પછી ગુજરાત પર બીજી કુદરતી આફતની તૈયારી, ભૂપેન્દ્ર પટેલ સરકારની પણ કસોટી થશે : વાવાઝોડુ આવી રહ્યું છે

cyclone-shaheen

Last Updated on September 28, 2021 by Dhruv Brahmbhatt

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર હવે ગુજરાત પર ‘તાઉ-તે’ બાદ વધુ એક વાવાઝોડાનું સંકટ મંડરાયું છે. હવામાનના જણાવ્યાં અનુસાર, ઓડિશા અને આંધ્રપ્રદેશના કાંઠે ટકરાયેલા ‘ગુલાબ’ વાવાઝોડાની પોસ્ટ ઈફેક્ટના કારણે અરબ સાગરમાં ડિપ્રેશન જોવા મળી રહ્યું છે. જેના લીધે હવે ગુજરાત પર વધુ એક ‘શાહીન’ નામનું વાવાઝોડું ત્રાટકવા જઇ રહ્યું છે. 30 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશન ઉદ્દભવશે અને જે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાઈ શકે છે.

વાવાઝોડા

ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતિના જણાવ્યાં અનુસાર, ગુજરાત પર ‘શાહીન’ વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. હાલમાં તો ડિપ ડિપ્રેશન છે કે જે 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. ‘શાહીન’ વાવાઝોડાના પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.

RAIN

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી 3 દિવસ વરસાદ યથાવત રહેશે. તમામ વિસ્તારમાં મધ્યમથી લઈને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. કચ્છમાં પણ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. હાલ સાયકલોન અંગે કોઈ ખતરો નથી. હાલમાં ફક્ત ડિપ્રેશન છે. 6 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનશે. 30 સપ્ટેમ્બરે નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન ઉદ્દભવશે જે સાયકલોનમાં પરિવર્તિત થશે કે નહીં એ અંગે આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે.

READ ALSO :

Related posts

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah

જો વ્હોટ્સએપ ચેટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્ટેડ છે તો બોલિવુડ ચેટ તમામ સમયે લીક કેમ થતી રહે છે?

pratik shah

BIG BREAKING: ઉત્તરાખંડના કુમાઉં મંડલમાં ફસાયા 700થી વધુ પર્યટકો, ઘણા ગામોનો સંપર્ક નૈનીતાલથી કપાયો! તંત્રની ટીમો તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!