GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

હવામાન વિભાગ : મોનસૂનની હવાઓમાં બારમી જૂનથી અડચણો

હવામાન વિભાગના તાજેતરના આંકડા પ્રમાણે મોનસૂનની હવાઓમાં બારમી જૂનથી અડચણો આવી છે. મોનસૂનની તાકાત કમજોર પડવાને કારણે ચોમાસાનો વરસાદ હાલ માત્ર અને માત્ર પૂર્વોત્તર ભારત અને પશ્ચિમી ઘાટ સુધી જ મર્યાદીત થઈ ગયો છે.

સુપર કોમ્પ્યુટરના માધ્યમથી કરવામાં આવેલી ગણનાઓની દ્રષ્ટિએ અનુમાન લગાવાયું છે કે 23 જૂન બાદ મોનસૂનની હવાઓનો પ્રભાવ વધશે. પરંતુ જે પ્રકારે મોસમનો બની રહેલો મિજાજ નિશ્ચિતપણે દેશ માટે ચિંતાજનક છે.

મોનસૂનની ઉત્તરી સીમા હાલ થાણે, અહમદનગર, બુલઢાણા, અમરાવતી, ગોંદિયા, ટિટલાગઢ, કટક, મિદનાપુરથી થઈને ગ્વાલપાડા અને બાગડોગરા થઈને પસાર થઈ રહી છે. બારમી જૂનથી જ મોનસૂનની સીમા રેખા અહીં સુધી જ અટવાયેલી છે.

હવામાનના જાણકારોનું કહેવું છે કે આગામી પાંચથી છ દિવસ સુધી મોનસૂનની હવાઓ આનાથી આગળ વધવાની સંભાવના નહીવત છે. કારણ કે મોનસૂન ઘણું નબળું પડી ચુક્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ચરણસિંહનું કહેવું છે કે અત્યાર સુધીના થયેલા વરસાદના આંકડા પર નજર કરીએ. તો મોનસૂનનો વરસાદ સામાન્ય છે. પરંતુ જ્યારે આંકડાના ઊંડાણમાં જઈએ તો આ ખુશફેમી ખોટી સાબિત થાય છે. કારણ કે હાલ વરસાદ વેસ્ટર્ન ઘાટી અને પૂર્વોત્તર ભારતમાં થઈ રહ્યો છે.

વેસ્ટર્ન ઘાટીમાં થનારો વરસાદ વધુ હોય છે. પરંતુ આ વરસાદ ઘણાં ઓછા સમયમાં અરબી સમુદ્રમાં પાછો ચાલ્યો જાય છે. પૂર્વોત્તર ભારતમાં પણ ઓછા સમયમાં પડેલા વધુ વરસાદને કારણે પૂર જેવી પરિસ્તિતિ પેદા થઈ છે. જો ભારતની મુખ્યભૂમિની વાત કરીએ તો અહીં હજી સુધી મોનસૂનનો વરસાદ જેવો થવો જોઈએ તેવો થયો નથી.

18 જૂન સુધીમાં આખા દેશમાં 78.7 મિલિમીટર સરેરાશ વરસાદ થયો છે. આ સમયગાળામાં સરેરાશ 78.7 મિલિમીટર વરસાદ જ થતો હોય છે. પરંતુ પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં 149 મિલિમીટરનો વરસાદ સામાન્યથી લગભગ 22 ટકા ઓછો છે. જ્યારે ઉત્તર-પશ્ચિમ ભારતમાં પણ વરસાદ સામાન્યથી પાંચ ટકા ઓછો નોંધાયો છે. દક્ષિણ ભારતમાં સામાન્ય કરતા ચાલીસ ટકા જેટલો વધારે વરસાદ થયો છે.

હવામાન વિભાગ પ્રમાણે 18 જૂન સુધી મોનસૂન મોટાભાગે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાતની સાથે આખા ઉત્તર પ્રદેશ સુધી પહોંચી જાય છે અને તેની સાથે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના તમામ વિસ્તારોમાં ચોમાસોનો વરસાદ થાય છે. પરંતુ આ વખતે મોનસૂની સ્થિતિ કમજોર હોવાને કારણે ચોમાસાના પવનને પશ્ચિમ બંગાળને પણ સંપૂર્ણપણે પોતાના પ્રભાવમાં લીધું નથી.

ઓડિશાનો એક મોટોભાગ મોનસૂનના વરસાદથી અછૂતો છે. જ્યારે છત્તીસગઢમાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો નથી. મધ્યપ્રદેશમાં તો મોનસૂન હજી સુધી પહોંચ્યું જ નથી. ગુજરાતમાં પંદર જૂન સુધીમાં મોનસૂન આવી જતું હોય છે. પરંતુ હાલ મોનસૂન અહીં અદ્રશ્ય છે. પૂર્વ યુપીમાં પંદર જૂનની આસપાસ મોનસૂન દસ્તક દેતું હોય છે. પરંતુ આ વખતે મોનસૂન હજી થોડી રાહ જોવડાવશે તેવું લાગી રહ્યું છે.

 

Related posts

ગુજરાતમાં રૂપાણી સરકારનો કોરોના ટેસ્ટમાં નવો રેકોર્ડ, 1152 કોરોના પોઝિટીવ વચ્ચે 18નાં મોત

Mansi Patel

પન્નાના એસપીના બૂટમાં છૂપાયો હતો ઝેરી સાપ, મોજા કાઢતા સમયે થયું કંઈક આવું કે…

Karan

BIG NEWS: કોંગ્રેસના દિગ્ગજ પ્રવક્તા રાજીવ ત્યાગીનું થયું નિધન, અચાનક બેભાન થઈ ઢળી પડ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!