GSTV
Home » News » રાજધાની દિલ્હીમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આપ્યું એલર્ટ

રાજધાની દિલ્હીમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હવામાન વિભાગે રવિવારે દિલ્હી-NCR સહિત કેટલાક વિસ્તારોના હવામાનને લઈને ચેતવણી આપી છે. હવામાન વિભાગનાં જણાંવ્યા અનુસાર ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને કરા પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં 19 અને 20મેનાં રોજ 48 કલાક સુધી વરસાદ હોવાની ચેતવણી જાહેર કરી છે.

70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલશે વાવાઝોડુ

હવામાન વૈજ્ઞાનિકોનું માનવુ છે કે વરસાદ બાદ ગરમીથી રાહત મળશે. આ સાથે જ આ દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલીક જગ્યા પર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આંધી આવવાની આશંકા છે. વિભાગે એ પણ કહ્યુ કે શનિવારે 34 ડિગ્રી તાપમાન હતુ.

દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં વરસાદ

અગાઉ હવામાન વિભાગે દિલ્હી-NCRના કેટલાક વિસ્તારોમાં 28 મે સુધી વરસાદના કારણે હવામાન સારૂ રહેવાનું પૂર્વાનુમાન કર્યુ છે. શુક્રવારે થયેલા વરસાદથી દિલ્હીની હવા કેટલીક હદે સ્વચ્છ થઈ છે. વરસાદના કારણે રાજસ્થાનથી આવી રહેલી ધૂળથી લોકોને થોડી રાહત મળી છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!