ઉત્તર ભારતમાં વરસાદનો કહેર જારી છે. હવામાન વિભાગે અનુમાનમાં જણાવ્યું છે કે 11 જાન્યુઆરી સુધી ભારતના કેટલાક રાજ્યમાં વરસાદ પડશે. વરસાદ ઉપરાંત ગાઢ ધુમ્મસ પણ લોકોની મુશ્કેલી વધારશે.
આ રાજયોમાં જોવા મળશે વરસાદનો કહેર

ભારત હવામાન વિભાગ મુજબ, ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદનો કહેર જારી છે. આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વરસાદ રહેશે. જો કે ત્યાર પછી વરસાદની અસર થોડી ઓછી થઇ જશે. ત્યાં જ મધ્ય પ્રદેશ, વિદર્ભ, પૂર્વ ભારત અને છત્તીસગઢમાં 11 જાન્યુઆરી સુધી વરસાદ જારી રહેશે.
અહીં ગાઢ ધુમ્મસ રહેશે
નોંધનીય છે કે વરસાદની સાથે લોકોને ગાઢ ધુમ્મસનો પણ સામનો કરવો પડશે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તર પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આગામી 24 કલાક સુધી ધુમ્મસ છવાયેલ રહેશે.

દિલ્હીમાં વરસાદે રેકોર્ડ તોડ્યો
આ વખતે દિલ્હીમાં જાન્યુઆરીમાં પડેલા વરસાદે 22 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 41 મીમી વરસાદ નોંધાયો છે. દિલ્હીમાં શુક્રવાર રાતથી પડી રહેલા અવિરત વરસાદને કારણે દિલ્હીના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
IMD અનુસાર, વાતાવરણમાં ફેરફાર અને ચક્રવાતની વધતી સંખ્યાને કારણે વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે ટ્રોપોસ્ફિયરના સ્તરમાં ભેજ આવી ગયો છે.

Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો