GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

દેશમાં 24 કલાકમાં 491 લોકોએ કોરોનાને આપી માત, હવે IMCTની ટીમો ગુજરાત આવશે

કોરોના વાઈરસને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ દ્રારા જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, કાલથી આજ સુધીમાં 491 લોકો સ્વસ્થ થઈ ગયા છે. હવે રિકવરી રેટ 20.57 છે. ગત્ત 28 દિવસોથી જે જિલ્લાઓમાંથી કોઈ નવો કેસ સામે આવ્યો નથી તેવા જિલ્લાઓની સંખ્યા 15 થઈ ગઈ છે.

લવ અગ્રવાલે કહ્યું કે ગત્ત 24 કલાકમાં કોરોનાના 1684 પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જે પછી દેશભરમાં કુલ કેસની સંખ્યા 23,077 થઈ ગઈ છે. 80 જિલ્લાઓ એવા છે જ્યાં ગત્ત 14 દિવસથી એક પણ કેસ નથી નોંધાયો.

આ અંગે સંયુક્ત સચિવ સલિલા શ્રીવાસ્તવે કહ્યું કે, જે વિસ્તાર કન્ટેનમેન્ટ અથવા હોટ સ્પોટ નથી ત્યાં 20 એપ્રિલથી કેટલીક અનુમતિઓ આપી દેવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે, ગૃહ મંત્રાલયે કટોકટી પ્રબંધન અધિનિયમ અંતર્ગત 6 ઈન્ટર મિનિસ્ટ્રિયલ સેન્ટ્રલ ટીમ (IMCT)નું ગઠન કર્યું છે. કોરોના 19ની સ્થિતિને જોતા ગૃહ મંત્રાલયે 4 વધુ IMCTની ટીમ બનાવી છે. જે અમદાવાદ, સુરત, હૈદરાબાદ અને ચૈન્નઈ મોકલવામાં આવશે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલિસકર્મી કોરોના પોઝિટિવ, 26ના મોત

Ankita Trada

અનલોક 1: શહેરના નહેરૂનગર ST બસ સ્ટેન્ડ પરથી સેવા થઈ શરૂ, દરેક બસને સેનેટાઈઝ કરવામાં આવી

pratik shah

મલ્ટીપ્લેક્સ અને સિંગલ થિયેટરોના માલિકોની વિંનતી, આ તારીખ સુધીમાં ખોલવાની આપો મંજૂરી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!