GSTV

VIDEO: હાથથી બનેલી જલેબી તો બહૂ ખાધી હશે, માર્કેટમાં હવે મશીનથી બનતી જલેબી પણ મળશે

આપણે ત્યાં હાલ દિવાળી અને દશેરા નજીક આવી રહ્યા છે. આ તહેવારોમાં લોકોમાં ફરસાણ અને મીઠાઈનું જબરૂ આકર્ષણ હોય છે. એમાય ખાસ કરીને દશેરા વખતે તો જલેબી લેવા માટે દુકાનોની બહાર રીતસરની લાઈનો લાગતી હોય છે. જો કે, જલેબી બનાવવાની આ પ્રક્રિયા તમે ઘણી વખત દુકાનોમાં જોઈ હશે, જ્યાં એક ભાઈ હાથમાં લોટો લઈ કે જેમાં નીચે કાણા પાડેલા છે અને તેમાંથી જલેબી બનાવવાનું પ્રવાહી કડાઈમાં જતું હોય છે, અને બાદમાં તેલમાં રસાળ થતી આ જલેબી તૈયાર થાય છે. જો કે, આવનારા દિવસોમાં હાથથી બનેલી જલેબી લુપ્ત થઈ જાય તો નવાઈ નહીં.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જલેબી હાથથી નહીં, પણ મશીનથી બનાવાઈ રહી છે. બસ સેકન્ડોમાં જ ચાર જલેબી બનાવી નાખે છે.તો વિચારો એક મીનિટમાં કેટલી જલેબી બનતી હશે. હાલ તો આ વીડિયો જોઈ બસ મોઢામાં પાણી આવે તેનાથી ચલાવી લ્યો, જ્યારે તેની જલેબી ખાશો ત્યારે સાચે જ જોવા જેવા નજારો હશો.

હાલ તો આ લખાય રહ્યુ છે, ત્યાં સુધીમાં વીડિયોને ચાર સોથી પણ વધારે વ્યૂઝ મળ્યા છે અને અસંખ્યા લાઈક પણ મળી ગયા છે જે ટ્વીટર પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અન્ય એક વાત કે આ મશીન જૂગાડની બાબતમાં ક્યાંય આગળ નિકળી ગયુ છે.

READ ALSO

Related posts

સુરત/ દારૂની રેઇડના પગલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના PIને DGPએ કર્યા સસ્પેન્ડ

Pravin Makwana

જખૌ ખાતેથી ચરસની દાણચોરી ઝડપાઈ, 1 કિલોના પાંચ પેકેટ મળી આવ્યા

Pravin Makwana

ચિંતાજનક સમાચાર / મહિલાઓના ફોટાને ન્યુડ ફોટામાં બદલી રહ્યું છે આ સોફ્ટવેર, બોમ્બે હાઈકોર્ટે I&B મંત્રાલય પાસે માંગી જાણકારી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!