GSTV
Home » News » VIRAL:ઈમામ નમાજ પઢતા હતા અને અચાનક ભૂકંપ આવ્યો, છતા પણ…

VIRAL:ઈમામ નમાજ પઢતા હતા અને અચાનક ભૂકંપ આવ્યો, છતા પણ…

ઇન્ડોનેશિયાના લોમ્બૉકમાં ઘાતક ભૂકંપ આવ્યો. જેણે દરેકને હેરાન કરી દીધાં. આ બધી બાબતો વચ્ચે ઇન્ડોનેશિયાનો એક વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે બાલીમાં એક ઇમામ નમાઝ પઢતો દેખાય છે. ભૂકંપ આવવા છતા પણ તે ભાગતો નથી અને નમાઝ પૂર્ણ કરે છે. ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અવિશ્વસનીય વિશ્વાસ માટે ઇમામની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. નમાઝ પઢવાના સમયે જ 6.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. પરંતુ તે ભાગ્યા નહીં અને નમાઝ પૂર્ણ કરીને જ જાય છે.

ઇમામના આ ફૂટેજ મોબાઇલ પર રેકોર્ડ થયેલ છે. જેમાં જોઈ શકાય છે કે ભૂકંપ આવે છે, તે દિવાલને અડીને ઊભા રહે છે અને ઉત્સાહથી જુએ છે. આ વિડિઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગભગ 3 મિનિટના આ વિડિઓને લોકો ખૂબ શેર કરે છે. આ વિડિયોને ફેસબુક પર લાખો વ્યૂઝ મળ્યાં છે. યુટ્યુબ અને ટ્વિટર પર પણ શેર કરવામાં આવી રહ્યો છે.

ઇન્ડોનેશિયન મૌલવી યુસુફ મન્સુરે આ વિડિયો ઇન્સ્ટગ્રામ પર શેર કર્યો છે. તેઓ વિડિયો શેર કરતી વખતે લખે છે કે- ” હું રડુ છું, તેને જરા પણ ડર નથી. ભૂકંપ આવે ત્યારે નમાઝ છોડવાની પરવાનગી હોવા છતા તે ન ભાગ્યા. ‘

WATCH ALSO

Related posts

દેશની આ દિકરીને હજુ મળ્યો નથી : નિર્ભયાના હત્યારાઓ પૈકી એક તો જેલમાંથી છૂટી ગયો, આ છે સ્થિતિ

Karan

એન્કાઉન્ટર આ પ્રકારની સમસ્યાનું સમાધાન નથી, ભાજપના સાંસદે ઉઠાવ્યા સવાલ

Mayur

સાબરડેરીમાં ભરતી કૌભાંડની શંકા : નોકરી માટે 15થી 22 લાખ રૂપિયાનો ભાવ બોલાયો, થયો મોટો ખુલાસો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!