GSTV
Home » News » હડતાળનું હથિયાર: આવતીકાલે દેશભરમાં મેડિકલ સુવિધા ઠપ્પ, બંધ રહેશે OPD

હડતાળનું હથિયાર: આવતીકાલે દેશભરમાં મેડિકલ સુવિધા ઠપ્પ, બંધ રહેશે OPD

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં દર્દીનાં પરિવારજનોએ ડોકટર સાથે મારપીટ કરતા તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. જેથી ડોકટરોએ પોતાનું કામકાજ ઠપ્પ કરીને ઠેર-ઠેર ધરણાં અને વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જો કે આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. જેથી સમગ્ર દેશનાં તબીબોએ સરકાર સામે હડતાળનું રણશીંગું ફુ્કયું હતું.

દેશભરનાં ડોકટરોની હડતાળ

ડોક્ટરો સાથે માર-પીટની ઘટનાથી ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા દેશભરમાં સોમવાર એટલે કે આવતીકાલે 24 કલાકની હડતાળનું એલાન કર્યું છે. જેનાથી તમામ બિન-જરૂરી સુવિધાઓ બંધ રહેશે અને હોસ્પિટલોની OPD સવારે 6 વાગ્યાથી બંધ રહેશે. આ સિવાય IMAના દિલ્હી હેડક્વાટર્સમાં ધરણાં પ્રદર્શન સોમવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે.

IMAનું વલણ અસ્પષ્ટ

IMAના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજન શર્માએ જણાવ્યું કે, પહેલીવાર કોર્પોરેટ હોસ્પિટલ પણ હડતાળમાં સામેલ થઇ રહ્યાં છે. એમ્સ અને સફદરગંજના રેસિડેન્ટ્સ ડોક્ટર્સ એસોશિએશનને પણ હડતાળમાં સામેલ થવાની અપીલ કરી છે. જો કે તેમનું વલણ હજૂ સ્પષ્ટ થયું નથી. હાઇ ફિવર, ઇજા, છાતીમાં દુખાવો હોય, હાર્ટ અટેક આવે તો દર્દી ઇમર્જન્સીમાં જઇને સારવાર કરાવે, રૂટિન OPD બંધ રહેશે અને રૂટિન ઓપરેશન થશે નહી.

મમતા સરકારે ડોકટરોની માગ સ્વીકારી

ડોકટરોની હડતાળને કારણે મમતા બેનરજી સરકાર પર માછલા ધોવાયા હતાં. તેમજ આ મામલે કેન્દ્રિય ગૃહ મંત્રાલયે બંગાળ સરકારને ગાઇડલાઇન પણ જાહેર કરી હતી. તેમજ અહેવાલ રજુ કરવા આદેશ કર્યો હતો. આ હડતાળને કારણે દર્દીઓની હાલત કફોડી થતા સીએમ મમતા બેનરજીએ તબીબોની તમામ માગ સ્વીકારી તેમની વિરૂદ્ધ કાર્યવાહી ન કરવા આદેશ કર્યો હતો.

READ ALSO

Related posts

ટેરર ફંડિંગને મામલે FATFએ પાકિસ્તાનને આપી ફેબ્રુઆરી 2020 સુધીનું અલ્ટીમેટમ

Arohi

નવરાત્રી બાદ હવે મેઘરાજા દિવાળી બગાડવાની તૈયારીમાં, આ તારીખે પડશે ધોધમાર વરસાદ

Mayur

આ બે દેશો વચ્ચે નોનસ્ટોપ 20 કલાક વિમાન ઉડશે, વિશ્વ વિક્રમની હારમાળા સર્જવા કન્ટાસ તૈયાર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!