GSTV

કાળો કહેર / દેશમાં કોરોનાની બીજી લહેરના ભોગ બન્યા 750થી પણ વધુ ડૉક્ટરો, સૌથી વધારે મોત આ રાજ્યમાં

Last Updated on June 25, 2021 by Dhruv Brahmbhatt

કોરોનાની બીજી લહેરએ દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. પહેલી લહેરની તુલનામાં અનેક ગણા વધારે મોત અને નવા સંક્રમણના કેસો પણ વધારે આવ્યા છે. ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના અનુસાર, દેશમાં કોરોનાના કારણે 776 ડૉક્ટરોના જીવ ગયા છે. જેમાં સૌથી વધારે 115 ડૉક્ટરોના મોત બિહારમાં થયા છે જ્યારે બીજા નંબર પર રાજધાની દિલ્હીનો ક્રમાંક આવે છે, જ્યાં 109 ડૉક્ટરોના મોત થયા છે.

બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં 79, પશ્ચિમ બંગાળમાં 62, તમિલનાડુમાં 50, આંધ્રપ્રદેશમાં 40, આસામમાં 10, ગુજરાતમાં 39 અને ઝારખંડમાં પણ 39 ડૉક્ટરોના જીવ ગયા છે. આ સિવાય મધ્યપ્રદેશમાં 16, મહારાષ્ટ્રમાં 23, ઓડિશામાં 34, રાજસ્થાનમાં 44 અને તેલંગાણામાં 37 ડૉક્ટરોના મોત થયા છે.

ભારતમાં આજે નવા 54,069 કેસો નોંધાયા

નોંધનીય છે કે, ભારતમાં આજે 54,069 નવા કેસો નોંધવામાં આવતા કુલ કેસોની સંખ્યા વધીને 3,00,82,778 થઇ ગઇ છે. કોરોનાને કારણે વધુ 1321 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને 3,91,981 થઇ ગયો છે તેમ આરોગ્ય મંત્રાલયએ એક નિવેદનમાં જણાવ્યું છે.

દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ ઘટીને 6,27,057 થઇ ગઇ છે જે કુલ કેસોના 2.08 ટકા થાય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 64.89 લાખ લોકોને વેક્સીન આપવામાં આવતા વેક્સિન લેનારાઓની કુલ સંખ્યા 30.16 કરોડ થઇ ગઇ છે.

COVID 19

દેશમાં વેક્સિન લેનારાઓની સ્ખ્યા 30 કરોડને પાર

આ સાથે જ દેશમાં વેક્સિન લેનારાઓની સ્ખ્યા 30 કરોડને પાર થઇ ગઇ છે. દૈનિક પોઝિટિવિટી રેટ ઘટીને 2.91 ટકા થયો છે. છેલ્લા 17 દિવસથી પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી ઓછો રહ્યો છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ ઘટીને 3.04 ટકા થઇ ગયો છે.

છેલ્લાં 24 કલાકમાં દેશમાં કુલ 18,59,469 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 54,069 કેસો પોઝિટિવ આવ્યા હતાં. છેલ્લા 24 કલાકમાં થયેલા 1321 મોત પૈકી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 508, તમિલનાડુમાં 166, કેરળમાં 150 અને કર્ણાટકમાં 123 લોકોનાં મોત થયા છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આંધ્ર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસૃથાન, તમિલનાડુ, તેલંગણા, ઓડિશા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં 18 થઈ 44 ઉંમરના 10 લાખથી વધુ લોકોનમે પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ભાવનગર / ધોરણ 12ની રીપીટર પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, પોલીસે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી

Zainul Ansari

EPFO: મોદી સરકાર આ સપ્તાહે સાડા 6 કરોડ લોકો માટે લાવી શકે છે ખુશખબર, ઘરે બેઠા કરી શકશો એકાઉન્ટ ચેક

Pritesh Mehta

ભ્રષ્ટાચાર / સ્માર્ટ સીટી બન્યું ભૂવાઓનું શહેર, એક ભૂવા પૂરવા પાછળ થાય છે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!