GSTV
Home » News » “મારા જીવનું જોખમ છે”: હાર્દિક પટેલે પોલીસ કમિશ્નરને પત્ર લખી સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી

“મારા જીવનું જોખમ છે”: હાર્દિક પટેલે પોલીસ કમિશ્નરને પત્ર લખી સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી

hardik patel loksabha election

નિકોલમાં હાર્દિકની સભા દરમિયાન થયેલા હંગામા બાદ એ વાત સામે આવી છે કે, હાર્દિક પટેલે પોતાના જીવનું જોખમ હોવાનું કહીને પોલીસ કમિશ્નરને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેણે પોતાના જીવ પર જોખમ હોવાની વાત કરી હતી. તો બીજી તરફ જ્યારે  હાર્દિક પટેલને વઢવાણમાં સભા દરમિયાન તમાચો પડ્યો હતો.જે બાદ તંત્ર દ્વારા તેને સુરક્ષા પૂરી પાડવાનું કહેવાયુ હતું. જો કે હાર્દિકે પોતે સુરક્ષા લેવાનો ઇન્કાર કરતા કહ્યુ હતું કે સરકારી તંત્ર તરફથી અપાતી સુરક્ષામાં સુરક્ષાકર્મીઓ સુરક્ષા પૂરી પાડવા કરતા જાસૂસી વધુ કરતા હોય છે.

Hardik Patel Mahisagar

મહત્વનું છે કે ગઇ કાલે સુરેન્દ્રનગરમાં હાર્દિક પટેલ પર થપ્પડ મારીને હુમલો કરાયો હતો. ત્યારબાદ આ ઘટનાની ઠેર-ઠેર નિંદા થઇ હતી. હવે આવતીકાલે સાંજે ગુજરાતમાં પ્રચાર પડઘમ શાંત થઇ જશે. તેવામાં આજે સાંજે અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં હાર્દિક પટેલની સભામાં હોબાળો થયો હતો. અમદાવાદ પૂર્વનાં કોંગ્રેસનાં ઉમેદવાર અને એક સમયનાં પાસનાં સાથી એવા ગીતા પટેલનાં સમર્થનમાં આ સભા યોજાઇ હતી. પાસનાં વર્તમાન કન્વિનર અલપેશ કથીરીયા હાલ સુરત જેલમાં છે.તેને જામીન અપવવા માટે હાર્દિક કાંઇ કરતો નથી. તવી ચર્ચાઓઓ પણ જોર પકડ્યું હતું. તેમજ હાર્દિક અને અલપેશનાં સમર્થકો વચ્ચે હોબાળો થયો હતો.

READ ALSO

Related posts

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah

APPનો ગંભીર આરોપ, ચૂંટણીપંચ દેશમાં રમખાણોની સ્થિતિ ઉભી કરી રહ્યું છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!