GSTV

શું તમને પણ જલ્દી-જલ્દી આવે છે બગાસા? તો ચેતજો! આ ગંભીર બીમારીનો હોઈ શકો છો શિકાર

જ્યારે પણ આપણને ઊંઘ મેહસૂસ થાય ત્યારે બગાસા આવવા લાગે છે, પરંતુ દરેક વખતે એવુ હોતુ નથી. ઘણી વખત આ બગાસાનું કારણે કંઈક બીજુ પણ હોઈ શકે છે. જી હાં જો તમને જલ્દી-જલ્દી બગાસા આવે છે તો આ ઊંઘ નહી, પણ કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે. જ્યારે તમે વિચારી રહ્યા છો કે, આખરે બગાસાથી કંઈ બીમારી થઈ શકે છે તો આવો વિગતે જાણીએ…

સતત બગાસા આવવાના આ છે કારણ

  • ખરેખર મગજમાં ઓક્સીજનનો પ્રવાહ ઓછો હોય અને જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોય ત્યારે ફેફસા સંબંધિત બીમારી થઈ શકે છે. આ સમયમાં લોકોને બગાસા આવે છે. બગાસાને કારણે મગજમાં ઓક્સિજનનો પ્રવાહ ઝડપથી વધે છે અને ફેફસાંમાંથી ખરાબ હવાને દૂર કરવામાં મદદ કરે છે.
  • તો ઘણા લોકોના બગાસા ખાવાનું કારણ તેમના દિલ સાથે સંબંધિત હોય છે. શરીરમાં જ્યારે પણ ઓક્સિજનની ખામી હોય છે તો બ્લડ પંપ કરવા માટે વધારે મેહનત કરવી પડે છે અને એ સમયમાં હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે.
  • તે સિવાય તણાવ પણ બગાસાનું મોટુ કારણ બની શકે છે. કહેવામાં આવે છે કે, તણાવ વધવાથી મગજનું તાપમાન વધે છે એવામાં બગાસા આવે છે. આવુ કરવાથી આપણને ઓક્સિજનનું પર્યાપ્ત પ્રમાણ મળે છે. જેનાથી મગજને પણ શાંતિ મળે છે.
  • ઘણી વખત સૂતા બાદ ઉઠવા પર અથવા બહારથી ઘરે આવવા પર શરીરમાં એનર્જી ઓછી હોય છે અને જ્યારે પણ આવુ થાય છે ત્યારે બગાસા આવવા લાજમી છે. તમને એનર્જી લેવલ વધારવા માટે ઓક્સીજનનું પ્રમાણ વધારે જરૂર પડે છે અને તેથી બગાસા આવે છે.

READ ALSO

Related posts

સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો

Pravin Makwana

અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!