GSTV
Home » News » દુકાનોમાં ફટાકડાનું ગેરકાયદે વેચનાર સામે પોલીસની રહેમ નજર, શું 210 દુકાનોમાં જ વેચાય છે ફટાકડા

દુકાનોમાં ફટાકડાનું ગેરકાયદે વેચનાર સામે પોલીસની રહેમ નજર, શું 210 દુકાનોમાં જ વેચાય છે ફટાકડા

અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી દ્વારા અંદાજે ૨૧૦ દુકાનદારોને ફટાકડા વેચવાની પરવાનગી આપવામાં આવી છે. છતાં પોલીસ અને ફાયરબ્રિગેડની રહેમ નજર હેઠળ શહેરના તમામ વિસ્તારોમાં હજારો દુકાનોમાં ફટાકડાનું ધુમ વેચાણ થાય છે. પોલીસ દ્વારા જાહેરનામા ભંગના અમલનો દેખાડો કરવા માટે જાહેર રોડ પર લારીઓમાં ફટાકડા વેચનારા સામે ગુના નોંધાયા છે પરંતુ એકપણ દુકાનદાર સામે ગુનો નોંધાયો નથી.

બોડકદેવમાં સાગર એપાર્ટમેન્ટ સારથી હોટેલ સામે કેટલાક શખ્સો મોડી રાત્રે ફટાકડા ફોડતા હોવાથી આજુબાજુના રહીશોની ઉંઘમાં ખલેલ પહોંચતી હોવાનો ફોન કંટ્રોલ રૂમને મળ્યો હતો.

આથી પોલીસે સારથી હોટેલ સામેના ગ્રાઉન્ડ પરપહોંચીને ફટાકડા ફોડનારને ઝડપી લીધો હતો.તપાસમાં તેનું નામ મેહુલ મહેન્દ્રકુમાર પટેલ તથાતે થલતેજમાં હરીઓમ પાર્કમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસેતેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

તે સિવાય ૫ નવેમ્બરના રોજ પેટ્રોલિંગ કરી રહેલી વાડજ પોલીસે વાડજ સર્કલ પાસે જાહેરમાં લારી પર ફટાકડા વેચતી મહિલાની ધરપકડ કરી હતી. લારીને કારણે આવતા જતા વાહનોને અડચણ થતા પોલીસે જુના વાડજમાં રહેતા ચંચીબહેન પરમારની ધરપકડ કરી હતી.તેમની પાસેથી રૂ.૨૩૦ ના ફટાકડા કબજે કરાયા હતા.

અન્ય બનાવમાં રાણીપ પોલીસે રાણીપમાં બલોલનગર ચાર રસ્તા પર પાથરણા ઉપર ફટાકડાની લુમ રાખી તથા ધ્વની પ્રદુષણ થાય તેવા ફટાકડા વેચતા હંસરાજ પટણીની ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે રૂ. ૧,૩૫૫ની કિંમતના ફટાકડા કબજે કરવામાં આવ્યા હતા.

વંદેમાતરમ ચાર રસ્તા પાસે જાહેરમાં માણસોની જીંદગી જોખમાય તેવું દારૂખાનુ વેચતા ગણેશ સાલવીની સોલા પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી રૂ. ૬,૨૫૦ નું દારૂખાનું કબજે કર્યું હતું.

જ્યારે નારણપુરા ગામ જવાના રસ્તે અવની ટાવર નજીક જાહેર રોડ પર લારીમાં ફટાકડા વેચતા મગનભાઈ પટણીની નારણપુરા પોલીસે ધરપકડ કરી હતી. તેની પાસેથી પોલીસે વિવિધ પ્રકારનારૂ. ૨,૪૬૦ ની કિંમતના ફટાકડા કબજે કર્યા હતા.

ઉપરાંત મણીનગરમાં ગોપાલ ચોક ચાર રસ્તા નજીક ટ્રાફિકમાં અડચણ થાય તે રીતે લારી ઉભી રાખી ફટાકડા વેચતા બિપીનભાઈ ચૌહાણની મણીનગર પોલીસે ધરપકડ કરીને તેમની પાસેથી રૂ. ૨૯૦ ના ફટાકડા કબજે કર્યા હતા. 

Related posts

ચિદંબરમના બહાને અસલ મુદ્દા પરથી ધ્યાન ભટકાવી રહી છે મોદી સરકાર : કોંગ્રેસનો આક્ષેપ

Bansari

ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીની જળસપાટીમાં થયો ધરખમ વધારો

Bansari

હેમંત ચૌહાણે કરેલા ખુલાસાથી ભાજપ બેકફૂટ પર, સભ્ય નોંધણી અભિયાનનાં લીરે-લીરાં ઉડ્યા

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!