GSTV
Home » News » ઘોડાસરમાં મ્યુનિ.પ્લોટમાં થયેલા 14થી વધુ મકાનોના દબાણો તોડાયા

ઘોડાસરમાં મ્યુનિ.પ્લોટમાં થયેલા 14થી વધુ મકાનોના દબાણો તોડાયા

અમદાવાદમાં આજે મ્યુનિ.દક્ષિણ ઝોનના એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા ખોખરા વોર્ડમાં ઘોડાસર-ઉત્તરમાં જીવાભાઇની ચાલી કેડીલા બ્રિજે પાસે મ્યુનિ.રિઝર્વ પ્લોટમાં થઇ ગયેલા દબાણો પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તોડી પડાયા હતા.

ઘોડાસરમાં ટી.પી.સ્કીમ નં.૫૨, મ્યુનિ.રિઝર્વ ફાઇનલ પ્લોટ નં.૧૦૩ ૧૪ રહેણાંકના બાંધકામો, ૧ ઇન્ડસ્ટ્રીયલ શેડ સહિતના દબાણોનો સફાયો બોલાવી દેવાયો હતો. આશરે ૫૦૦ ચો.મી.નું દબાણ દુર કરાયું હતું.

બીજી તરફ મધ્ય ઝોનમાં એસ્ટેટ ખાતા દ્વારા જમાલપુર દરવાજાતી જલયાત્રા રૂટ તેમજ અસારવા વિસ્તારમાંથી રોડ પરના દબાણો હટાવાયા હતા. જેમાં૯ લારી સહિતના કુલ ૧૭૨ જેટલા રોડ પરના દબાણો દુર કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

સુરત : હજાર કરોડનું બીલિંગ કૌભાંડ આવ્યું સામે, ચાર લોકોની કરાઇ ધરપકડ

Path Shah

સુરતના તાતીથૈયા ગામે ગેસનો બાટલો ફાટતા પાંચ લોકોના મોત, પરિવારમાં માતમ

Nilesh Jethva

આખાબોલા ભાજપી નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!