GSTV
Chhota Udaipur Trending ગુજરાત

ગ્રામજનોની વેદના/ પાવીજેતપુરમાં ગેરકાયદેસરના ખનન સામે સ્થાનિકોનો આક્રોશ, અખૂટ ખજાના પર માફિયાની મેલી નજર

પાવીજેતપુરના રાયપુરમાં આવેલા ડુંગરોમાં ગેરકાયદેસર ખનન સામે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. લીઝના સંચાલક દ્વારા ડુંગરમાં વિસ્ફોટ કરવામાં આવી રહ્યા છે. જેથી ખનન રોકવાની ઉગ્ર માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે.

રાયપુર વિસ્તારમાં આવેલા કુદરતના અખૂટ ખજાના પર ખનન માફિયાની નજર પડી છે. અહીં આવેલી ચિત્તા ડુંગરીમાં ખનન શરૂ કરતા સ્થાનિક આદિવાસીઓ હવે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. આદિવાસીઓનું કહેવું છે કે, ડુંગરીને ખાનખનીજ વિભાગે 128 સર્વે નબર પૈકીના ચાર હેક્ટર વિસ્તારને 20 વર્ષ માટે ગ્રેનાઇટનો પથ્થર કાઢવા માટે પરવાનગી આપી હતી અને હવે ડુંગરીમાં બ્લાસ્ટ કરી પથ્થર કાઢવામાં આવી રહ્યા છે.

ગ્રામજનોનું કહેવું છે કે, ડુંગરીની બાજુમાં શાળા અને પંચાયત ઘર આવેલા છે. બ્લાસ્ટના કારણે લોકોના જીવને જોખમ પણ ઉભુ થયું છે. લીઝના સંચાલક દ્વારા આ બ્લાસ્ટ કોઈપણ પ્રકારની જાણ વગર કરવામાં આવે છે. જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.

ગામના લોકોનો આક્ષેપ છે કે, જ્યારે લીઝના સંચાલકને રજૂઆત કરવામાં આવે છે. ત્યારે ગામના લોકોને ધમકી આપવામાં આવે છે. ગ્રામજનોનું કહેવું છે કે, ડુંગરમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યુ છે. જો આગામી સમયમાં ખનનની કામગીરી બંધ કરવામાં નહી આવે તો ગ્રામજનોએ હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

READ ALSO

Related posts

શેર બજારમાં અવિરત ઐતિહાસિક તેજી : સેન્સેક્સ નિફટી નવા શિખર પર પહોંચ્યા

Padma Patel

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah
GSTV