GSTV
Gujarat Government Advertisement

ગીરમાં ગેરકાયદે સિંહદર્શનના મામલે જવાબદારો સામે કડક પગલાં ભરશે સરકાર

Last Updated on July 27, 2019 by Alap Ramani

ગીરમાં ગેરકાયદે સિંહદર્શનના વધી રહેલા બનાવો તેમજ સિંહની રંજાડ મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવાની સરકારે ખાતરી આપી છે.

વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ સાસણ અને ગીર વિસ્તારની મુલાકાત લીધી હતી. જે બાદ જૂનાગઢ પહોંચેલા ગણપત વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સિંહની સુરક્ષા અને સંવર્ધન માટે કટિબદ્ધ છે.

ગેરકાયદે સિંહદર્શનના બનાવોમાં જો વનખાતાના કોઇ અધિકારી કે કર્મચારીની સંડોવણી સામે આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

વનપ્રધાને જણાવ્યું કે ગીરમાં સિંહણને શિકાર બતાવીને લલચાવવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો તે પહેલા જ આ ઘટનાની તપાસ કરવામાં આવી હતી. તેમજ 7 જેટલા આરોપીઓની પણ ધરપકડ કરાઇ હતી.

સાસણમાં એનજીઓ અને હોટેલ એસોસિએશનના પદાધિકારીઓ સાથે પણ ગણપત વસાવાએ બેઠક યોજી હતી. હોટેલ એસોસિએશનના સભ્યોએ ગીરમાં પ્રવાસીઓને ગેરકાયદેસર સિંહ દર્શન ન થાય તે માટે જાગૃત કરતા સાઇન બોર્ડ મુકવા પ્રતિબધ્ધતા દર્શાવી હોવાનું વનપ્રધાનનું કહેવું છે.

વધુમાં તેમણે કહ્યું કે વધુને વધુ લોકો સિંહદર્શન કરી શકે તે માટે પરમિટ વધારવાની પણ સરકારની વિચારણા છે.

 

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ રેલ્વે પોલીસને મળી સફળતા, 65 લાખના મોબાઈલ અને 47 બિયર પાર્સલમાંથી ઝડપી પડયા

pratik shah

વટવા જીઆઇડીસી ખાતે શરૂ કરાયો ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર’ પ્લાન્ટ, 100% વેસ્ટ વોટરના નિકાલની પરિકલ્પના સિદ્ધ થશે

Pritesh Mehta

ખુલાસો / બીજે વાટલિંગ બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન, જાણો ક્યારે લઇ શકે છે સંન્યાસ!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!