GSTV
AGRICULTURE Jamnagar Trending ગુજરાત

ઈંજેક્શનનો વેપલો/ ગાય ભેંસમાં વધુ દૂધ ઉત્પાદન લેવા અપાતા પ્રતિબંધિત ઈંજેક્શનનું નેટવર્ક પકડાયું, નાઘેડીમાંથી દુકાનદારની કરી અટકાયત

જામનગર તાલુકાના નાઘેડી ગામમાંથી ગાયો-ભેંસોને ઇન્જેક્શન આપી વધુ દૂધ મેળવવા માટેના ગેરકાયદેસર ઇન્જેક્શનોના વેચાણ કરવાનું નેટવર્ક એસઓજી શાખાની ટુકડીએ પકડી પાડયું છે. એક દુકાનમાંથી ઇન્જેક્શનના બોક્સ તથા ઇન્જેક્શનના પ્રવાહીની બોટલો સહિતનો જથ્થો કબજે કરી લઈ એક દુકાનદારની અટકાયત કરી છે. જ્યારે પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના એક શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર ભાણવડ સુધી લંબાવાયો છે.

આ દરોડાની વિગત એવી છે કે જામનગર તાલુકાના નાઘેડી ગામમાં રહેતા અને ચામુંડા પાન એન્ડ જનરલ સ્ટોર નામની દુકાન ચલાવતા બાબુભાઈ ભુરાભાઈ છૈયા કે જે પોતાની દુકાનમાં ગાય-ભેંસ વધુ દૂધ આપે તેવા પ્રકારના પ્રતિબંધિત ઇન્જેક્શન રાખી અને તેનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હોવાનું એસ.ઓ.જી. શાખાની ટીમને ધ્યાનમાં આવ્યું હતું. જેથી એસ.ઓ.જી.એ મોડી સાંજે નાઘેડી ગામમાં દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન દુકાનમાંથી છ નંગના બોક્સ પૈકીના ૨૪૦ નંગ ઇન્જેક્શનનો જથ્થો ઉપરાંત પ્રવાહીની બોટલો વગેરે મળી આવ્યા હતા. જે તમામ સામગ્રી કબજે કરી લેવામાં આવી છે અને દુકાનદાર બાબુભાઈ ભુરાભાઈ છૈયાની અટકાયત કરી લઈ તેની સામે પંચકોષી  બી. ડિવિઝન પોલીસ મથકમાં પ્રાણી પ્રત્યેક ક્રૂરતા નિવારણ અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧(૧)(સી)  મુજબ ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પ્રાથમિક પૂછપરછમાં પોતે છેલ્લા છ મહિનાથી આવા ઇન્જેક્શનનું વેચાણ કરતો હોવાનું અને એક ઇન્જેક્શન ૪૦ રૂપિયામાં વેચતો હોવાની કબુલાત આપી હતી. ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામના મહેશ જગાભાઈ વરૃ નામના શખ્સ દ્વારા  ઉપરોક્ત જથ્થો સપ્લાય કર્યો હોવાનું કબુલ્યું હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કર્યો છે અને તપાસનો દોર ભાણવડ સુધી લંબાવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

મંગળ સાબિત થયો ભારતીય શેરબજાર માટે આજનો દિવસ, સેન્સેક્સ-નિફ્ટી જોરદાર ઝડપ સાથે બંધ થયા

Hina Vaja

ઓ ભાઈ સાહેબ! જાનમાં નાચી રહ્યા છે કે મારી રહ્યા છે? પબ્લિકે ગણાવ્યો અનોખો નશો

Siddhi Sheth

ગુજરાત હાઇકોર્ટનું આકરું વલણ, નેતાઓ સામેના ક્રિમિનલ કેસો ઝડપી ચલાવવા આપ્યો આદેશ

Nakulsinh Gohil
GSTV