ભાવનગરમાં બિલ્ડર અને અધિકારીઓ વચ્ચે રકઝક બાદ ગેરકાયદેસર બાંધકામ કકડભૂસ

ભાવનગરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરના કળિયાબીડ વિસ્તારમાં વિરાણી સર્કલ નજીક નવા બની રહેલા ત્રણ માણના બિલ્ડીંગનું દબાણ દૂર કરવા મનપાની ટીમ પહોંચી હતી.

પરંતુ બિલ્ડર અને તેના 50થી વધુ સાગરિતોએ દબાણ હટાવની કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો હતો. મનપાના અધિકારીઓએ પોલીસની હાજરીમાં બાંધકામ પર બુલડોઝર ફેરવાનું શરૂ કરતા જ બિલ્ડર ધીરૂભાઇ ચૌહાણે તેમના સાગરિતો સાથે આવી જેસીબીને અટકાવ્યું હતું તેમજ અધિકારીઓ સાથે પણ અસભ્ય વર્તન કર્યું હતું.

જો કે પોલીસે દરમિયાનગીરી કરી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર વિવાદ બાદ ટાઉન પ્લાનિંગ અધિકારીએ જણાવ્યું હતું કે બિલ્ડર અને તેમના સાગરિતો પર ફરજમાં રુકાવટ કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter