GSTV
Gujarat Government Advertisement

હું ફરી પાછો આવીશ, વિધાનસભામાં સંદેશ આપતાં ભાષણમાં મુખ્યપ્રધાનનો આત્મ વિશ્વાસ

Last Updated on July 4, 2019 by Mansi Patel

ભાજપ-શિવસેના યુતિની સરકારનો છેલ્લા અધિવેશનમાં આજે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંદેશો આપતા સંબોધનમાં ફરી અમે સત્તા પર આવીશું એવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. આ માટે મુખ્યપ્રધાને વિધાનસભામાં એક કવિતા પણ રજૂ કરી હતી.વિધાનસભામાં આ સરકારની કારકીર્દીના છેલ્લા અધિવેશનમાં અંતિમ ભાષણમાં મુખ્યપ્રધાને પાંચ વર્ષમાં કરેલા કામની ગણતરી તેમજ સમીક્ષી જણાવી હતી.

મારા પર જે જવાબદારી આપી છે. તેને મેં પૂર્ણપણે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. બધાને સાથે કેવી રીતે રાકી શકાય એવો પ્રયત્ન સુદ્ધા કર્યો છે. મેં સકારાત્મક્તા કયારેય છોડી નથી. અનેક પ્રશ્નો અને અડચણ સામે આવ્યા પણ તેમાંથી પીછે હટ કરી નથી. સકારાત્મ રીતે માર્ગ કાઢવાનો પ્રયાસ કર્યો છે. આથી જે પ્રશ્ન ૧૫-૧૬ વર્ષમાં ઉકેલાયા ન હતા. તેને અમે પાંચ વર્ષમાં ઉકેલી દીધા છે, એમ મુખ્યપ્રધાને પોતાના મેસેજ આપતાં ભાષણમાં વિપક્ષોને મહેણુ માર્યું હતું.

પક્ષે મારી પાસે આપેલી જવાબદારી સોંપાઈ ન હતી અને તેની પણ કલ્પના ન હતી. જે જે પ્રશ્નો કે જવાબદારી સામે આવી તેનો યોગ્ય રીતે સામનો કર્યો છે, એવું મુખ્યપ્રધાને જણાવ્યું હતું. મહારાષ્ટ્રની ૧૨ કરોડની જનતાને ન્યાય આપવા માટે આ સરકાર અને સભાગૃહ તૈયાર છે. તે અમારા ભગવાન છે. તેમની સેવા કરવાના એક ઉદ્દેશ્યથી હું કામ કરી રહ્યો હતો, એમ મુખ્યપ્રધાને ઉમેર્યું હતું. પ્રમાણિકતા  અને સકારાત્મક વલણને લીધે કોઈપણ બાબતનો સામનો કરતાં અમને આવડે છે, એમ મુખ્યપ્રધાને જણાવ્યું હતું.

છત્રપતિ શિવાજીના આદર્શ, બાળાસાહેબના બંધારણે ચીંધેલા માર્ગ, ફૂલે, શાહુ આંબેડકરના વિચારોએ આવેલી દ્રષ્ટિ, દીનદયાલ આદર્શ વિચારો અટલ બિહારી વાજયેપીના સન્માર્ગ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારભાર કેવી રીતે ચલાવી શકાય તેને ધ્યાનમાં રાખીને પાંચ વર્ષમાં કામ કર્યું હોવાનું મુખ્યપ્રધાને સ્પષ્ટ જણાવ્યું હતું.

ખેતી, ઉદ્યોગક્ષેત્રમાં મોટા પ્રમાણમાં કામ કર્યું, રોકાણકારો મહારાષ્ટ્રમાં લાવ્યા દાવો કરતાં તેમણે ઉમેર્યું હતું કે સમસ્યા હજી પૂરી થઈ એવો મારો દાવો નથી હજી લાંબો સમય લાગશે. જે પણ રાજ્ય વૈભવ ઓછો હતો તે વૈભવ ઓછો આવવા અમે સફળ રહ્યા છે, એવો દાવો મુખ્યપ્રધાને કર્યો હતો.મહારાષ્ટ્ર સૌથી આગળ રાજ્ય છે. વિવિધ યોજનાઓ તથા મુખ્યપ્રધાનની સહાયતા નિધીથી ગરીબો દરદીઓને સહાયતા આપી એવું મુખ્યપ્રધાને જણાવ્યું હતું.મુંબઈથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા એલિફન્ટા બેટ પર ૭૦ વર્ષ બાદ પ્રથમ વેળા અમારી સરકારે વીજળી પહોંચાડી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અનેક વખત વિપક્ષોમાં સહકારની ભૂમિકા બજાવી છે. વિધેયકને સહમતી આપવામાં વિપક્ષોએ ઘણી સહાયતા કરી છે, એમ કહીને મુખ્ય પ્રધાને વિપક્ષોનો આભાર માન્યો હતો. અને અમારી સરકાર અને હું ફરી મહારાષ્ટ્રની સત્તામાં આવીશ એવો સંદેશ આપતું ભાષણ કર્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોકડું ગૂંચવાયું / કોંગ્રેસ માટે પંજાબમાં દળી દળીને ઢાંકણીમાં, કેપ્ટન અને સિદ્ધુની લડાઈમાં કોંગ્રેસ રાજ્ય ખોશે

Dhruv Brahmbhatt

World Blood Donor Day 2021 / જે લોકો COVID-19 માંથી સ્વસ્થ થયા છે તેઓ રક્તદાન કરી શકે છે? જાણો

Vishvesh Dave

ઝટકો / ગુજરાતી નેતાની મનમાનીને કારણે ભાજપના 15 નેતાઓએ આપી દીધા રાજીનામા, હવે મોદી અને શાહ ભરાયા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!