GSTV
Business Uncategorized ટોપ સ્ટોરી

ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાના સીઈઓ-એમડી તરીકે નિમણૂંક કરી પરદેશી ઓફિસરની : જાણો તેની સફળ કથા

ilker ayci

એર ઈન્ડિયા હસ્તગત કર્યા પછી આજે ટાટા ગ્રૂપે એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી તરીકે તુર્કીના બિઝનેસમેન એલકેર આયજુ (İlker Aycı)ની નિમણૂંક કરી છે. એલકેર હણમાં સુધી તુર્કીની તુર્કિશ એરલાઈન્સના સીઈઓ હતા. 2015માં તુર્કિશ તેઓ તુર્કીશ એરલાઈન્સના સીઈઓ બન્યા હતા. 2022ની 27મી જાન્યુઆરીએ તેમણે રાજીનામું આપ્યું હતું. એ દિવસે જ ટાટા ગ્રૂપ એર ઈન્ડિયા ખરીદી લેવાની જાહેરાત કરી હતી. એલકેર હવે 1લી એપ્રિલથી એર ઈન્ડિયાના સર્વોચ્ચ કર્તા-ધર્તા તરીકેની જવાબદારી સંભાળશે.

એલકેર અગાઉ તુર્કીના રાષ્ટ્રપતિ એર્ડગોનના સલાહકાર પણ રહી ચૂક્યા છે. પરંતુ સલાહકાર હતા એ વખતે એર્ડગોન રાષ્ટ્રપતિ નહીં, ઈસ્તંબુલ શહેરના મેયર હતા. એ વખતે તેમણે ઘણા વિકાસકાર્યો કરાવ્યા હતા.

1971માં જન્મેલા એલકેર પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ રિલેશનમાં માસ્ટર ડીગ્રી ધરાવે છે. જ્યારે તુર્કિશ એરલાઈન્સ મુશ્કેલીમાં હતી ત્યારે એલકેરે તેની કમાન સંભાળી હતી. માટે તેમની ગણતરી એવિએશન ઈન્ડસ્ટ્રીઝના વૈશ્વિક નિષ્ણાતોમાં થાય છે. તુર્કી દેશ તરીકે ભલે બહુ મોટો નથી પરંતુ તુર્કીશ એરલાઈનની ગણતરી જગતની અગ્રણી એરલાઈન્સમાં થાય છે. આખા જગતના 315 ડેસ્ટિનેશન પર તુર્કીશ એરલાઈન્સ ઉડાઉડ કરે છે. તુર્કીશ એરલાઈન્સ 126 દેશોમાં વિમાનો ઉડાવે છે. એ આંકડો જગતમાં સૌથી મોટો છે. અન્ય કોઈ એરલાઈન્સ આટલા દેશોને કનેક્ટ કરતી નથી.

એર ઈન્ડિયા પણ અનેક પ્રકારના સંકટોનો સામનો કરી રહી છે. તેને બેઠી કરવા અને ફરીથી ધમધમતી કરવા માટે આ વ્યક્તિ યોગ્ય હોવાનું ટાટા ગ્રૂપે સ્વીકાર્યુ હતું. ટાટા ગ્રૂપે સત્તાવાર સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે લાંબી વિચારણાના અંતે આ નિમણૂંક કરવામાં આવી છે. ટાટા ગ્રૂપના ચેરમેન એન ચંદ્રશેખરને આ નિર્મય લીધો હતો, જે ટાટા ગ્રૂપના બોર્ડે માન્ય રાખ્યો હતો. એલકેરે પણ આ એપોઈન્ટમેન્ટ પછી કહ્યુ હતું કે એર ઈન્ડિયા પાસે અનેક પ્રકારના સંસાધનો અને વિશાળ નેટવર્ક છે. તેનો ઉપયોગ કરીને આપણે એર ઈન્ડિયાને જગતની સર્વોત્તમ એરલાઈન્સ બનાવીશું.

Related posts

આણંદ / વ્યાજખોરોના ત્રાસથી પાનની દુકાન ચલાવનારે કરી આત્મહત્યા

Nakulsinh Gohil

બજેટમાં એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં છેડાયો સવાલ, કોને વેચવામાં આવશે?; અદાણીને કે અંબાણીને?

Hardik Hingu

રાજકોટ / યાત્રાધામ વીરપુરમાં પોલીસે યોજ્યો લોન કેમ્પ, લોકોને લોન અંગેની માહિતી આપવામાં આવી

Nakulsinh Gohil
GSTV