GSTV

આઇએલ એન્ડ એફએસનું સંકટના કારણે નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓને ઝટકો મળે તેવી શક્યતા

Last Updated on September 29, 2018 by

ઉથલ-પાથલના સમયગાળામાંથી પસાર થઈ રહેલા દેશના ફાઈનાન્સ સેક્ટરને એક મોટા ઝટકાનો સામનો કરવો પડી શકે છે. દેશની મોટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ અને કન્સ્ટ્રક્શન કંપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સિંગ એન્ડ લીજિંગ સર્વિસીઝ લિમિટેડ એટલે કે IL & FSએ સમગ્ર નોન-બેંકિંગ સેક્ટરમાં હાહાકાર મચાવી દીધો છે.

બેંકિંગ સેક્ટરમાં એનપીએની સમસ્યા માટે જવાબદાર કેટલીક નાણાકીય કંપનીઓના ડૂબવાનો ખતરો ઉત્પન્ન થઇ ગયો છે. ઇન્ફ્રાસ્ટ્રકટર લિજિંગ એન્ડ ફાયનાન્સ સર્વિસિઝ દેશમાં નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓમાં સૌથી મોટી કંપની છે. દેશની ઘણી દિગ્ગજ બેંકોના 91 હજાર કરોડ રૂપિયા કંપનીમાં ફસાયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં રિઝર્વ બેંકએ એનબીએફસીની વિરૂદ્ધ કડક વલણ અપનાવ્યું છે. દેશના શેડો બેંકિંગ સેક્ટરમાં 11,400થી વધુ કંપનીઓ છે.અને તેમનો કુલ કારોબાર 22 ટ્રિલિયન રૂપિયાથી વધુ છે. આ નાણાકીય કંપનીઓ પર સરકાર અને બેંકિંગ રેગ્યુલેટરની દેખરેખ ઓછી રહે છે. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન બેંકિંગ સેક્ટરના એનપીએના કારણે એકતરફ બેંકો દ્વાર નવી લોન આપવાનું કામ ધીમુ પડી ગયું  હતુ. તો શેડો બેંકોને સતત નવા ગ્રાહક મળી રહ્યા હતા. રિઝર્વ બેંકના આંકડાઓ મુજબ એનબીએફસી દ્વારા લોન આપવાની ગતિ બેંકોની નવી લોન આપવાની ગતિ કરતા બમણી છે. જેના કારણે તેમની ક્રેડિટ રેટિંગમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો.

ILએન્ડ FSના કારણે દેશની નોન બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ પર છેલ્લા કેટલાક દિવસોથી ખતરો ઉભો થયો છે. ગત કેટલાક મહિનાઓ દરમિયાન કંપનીની ક્રેડિટ રેટિંગમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. મનાઇ રહ્યું છે કે આઇએલ એન્ડ એફએસ અને અન્ય એનબીએફસીએ મોટી સંખ્યામાં એવા લોકોને લોન આપવાનું કામ કર્યુ છે કે જેમની પાસે લોન ચુકવવાની ક્ષમતા નથી. એનબીએફસીનો ઉપયોગ મનીલોન્ડ્રિંગ માટે કરવામાં આવતો હોવાના અહેવાલથી સમગ્ર સેક્ટર પર સવાલ ઉભો થઇ ગયો છે. આઇએલ એન્ડ એફસના વાર્ષિક રિપોર્ટ-2018ને જોતા જાણવા મળે છે કે હકીકતમાં કંપનીએ પોતાના શેરહોલ્ડર્સને સારૂ રિટર્ન આપવા માટે લોન લેવાનું કામ કર્યુ હતુ.

આર્થિક બાબતોના જાણકારોનું માનવું છે કે એનબીએફસી ક્ષેત્રમાં મોટો ઉલટફેર પ્રાઇવેટ ડિમાન્ડ પર બ્રેક લગાવવાનું કામ કરી શકે છે. જેનાથી દેશમાં વિકાસ દર પર વિપરીત અસર પડવાનો ખતરો ઉત્પન્ન થઇ શકે છે.

જો કે બેંકિંગ ક્ષેત્રના કેટલાક જાણકારનો દાવો છે કે ભારતીય અર્થતંત્રમાં એનબીએફ કંપનીઓનું એનપીએ અમેરિકાના કુખ્યાત નાણાકીય સંકટ લેહમન ક્રાઇસિસ જેવું થઇ શકે છે. જો કે કેટલાક આર્થિક જાણકારો આ સમસ્યાને એટલી ગંભીર ગણતા નથી.  જો કે કેન્દ્ર સરકાર તે વાત સ્પષ્ટ કરી ચુકી છે કે એનબીએફસીને ડૂબવા નહીં દેવાય. તેમને બચાવવા માટેની કવાયત ચાલુ છે. એલઆઇસી અને એસબીઆઇ જેવી શેરહોલ્ડર બેંકએ આ કંપનીઓને રીપેમેન્ટ માટે પુરતું નાણું પુરૂં પાડવાની વાત કહી છે.

 

Related posts

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

ટેરર એલર્ટ / મુંબઈ પર છવાયો ફરી આતંકી હુમલાનો ખૌફ, શંકાસ્પદ આતંકીએ પૂછપરછમાં આપી ચોંકાવનારી માહિતી

Pritesh Mehta

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!