GSTV

ખાલી વાતો કરવાથી કશું ન થાય/ આ મહિલાએ નોકરી છોડી ઘરેથી બિઝનેસ શરૂ કર્યો, આજે દરરોજ કમાય છે 10,000 રૂપિયા

દર બીજો માણસ ઈચ્છે છે કે, તેનો પોતાનો સારો એવો બિઝનેસ હોય. ઘણા લોકો પાસે છે તો સારા સારા આઈડિયા પણ હોય છે. પણ તેના પર કામ કરવાને બદલે વાતોના ફડાકા ઝીકતા રહેતા હોય છે. જ્યારે અમુક લોકો ખરી મહેનત કરી લેતા હોય છે. આવી જ એક કહાણી અમે આજે લઈને આવ્યા છીએ. ગુરૂગ્રામની ઈલા પહેલા જોબ કરતી હતી, બાદમાં તેણે આ જોબ છોડી દીધી અને તેણે પોતાનો બેકરીનો બિઝનેસ શરૂ કર્યો. તે પણ ઘરેથી. હવે તે આ બિઝનેસમાં લાખો રૂપિયા કમાઈ રહી છે.

હોટલ મેનેજમેન્ટનો કર્યો છે અભ્યાસ

ઈલાએ વેલકમ ગ્રુપ સ્કૂલ ઓફ હોટલ એડમિનિસ્ટ્રેશનમાંથી હોટલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. વર્ષ 2007માં તેમણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. તેણે ઘરેથી બેકરી વેંચર શરૂ કર્યું. જેનું નામ રાખ્યું. Truffle tangles.

જે દરરોજ કમાય છે 10,000 રૂપિયા

5000 રૂપિયાના રોકાણ સાથે શરૂ કરેલા આ બિઝનેસ આજે તે, લગભગ દરરોજ 10,000 રૂપિયા કમાણી કરી આપે છે. પોતાની બેકરીમાં તે કેક, ગ્લૂટેન ફ્રી બ્રેડ જેવી આઈટમો રાખે છે. સાથે જ કુકીઝ, ચોકલેટ, ડેસર્ટ, જેવી બેકરી પ્રોડક્ટસ પણ રાખે છે. 40થી વધારે ખાવાની આઈટમ સાથે પૈટી, સ્ટફ્ડ બન્સ, પિજ્જા અને ગિફ્ટ હૈમ્પર સાથે તે એનઆરઆઈમાં પણ ડિલીવરી કરે છે.

કેટલાય વર્ષો સુધી કરી નોકરી

ગ્રેજ્યુએશન બાદ તેણે આ હોસ્પિટાલિટી ઈંડસ્ટ્રીઝમાં કેટલાય વર્ષો સુધી કામ કર્યું. ત્યાર બાદ ચેન્નાઈની ચોલ શેરેટનમાં કામ કર્યુંમ. બાદમાં કલકત્તાની તાજ બંગાલ ચાલી ગઈ, જ્યાં તેણે શેર માર્કેટિંગ ડિવીજનમાં પાંચ વર્ષ વિતાવ્યા. બાદમાં તેના લગ્ન થઈ ગયા. તેના પતિ સાથે તે ગુરૂગ્રામમાં આવી ગઈ. બે અઢી વર્ષે સુધી પરિવાર અને બાળકોને સંભાળ્યા.

કંઈક નવું કરવાની તમન્ના હતી

આ સમય દરમિયાન તેને એક દોસ્તનો સાથ મળ્યો. ઈલાએ તેને જણાવ્યુ કે તે કંઈક નવું કરવા માગે છે. તેણે પહેલા કોઈ મેન્યૂ બનાવ્યું નહોતું. બધુ કામ તેણે જાતે જ કર્યું. જાહેરાતો આપી, ધીમે ધીમે બર્થ કેક બનાવવાના ઓર્ડર મળ્યા. તે સમયે સોશિયલ મીડિયાનું આટલુ ચલણ નહોતું. જેથી તેને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો.

બેકરીનો વિચાર આવ્યો

તે સમયે શહેરમાં એવી કોઈ દુકાન નહોતી કે, જેની પાસે ખાસ કરીને ક્વોલિટી પેસ્ટ્રી મળતી હોય. લોકોને ઈલા ટ્રફલ કેક ખૂબ જ પસંદ આવવા લાગી. આવી જ રીતે તેણે બેંકીંગનું કામ શરૂ કર્યું. બાદમાં તેણે ફૂડ મેળામાં પણ સ્ટોલ લગાવતી. લોકો જાણવા લાગ્યા. સોશિયલ મીડિયા આવતા તેના બિઝનેસને બૂસ્ટ મળ્યુમં. જે જોડીયા બાળકોની માતા છે. તેને ઘરેથી બિઝનેસ કરવાનું એટલા માટે વિચાર્યુ જેથી તે બાળકોને પણ સાચવી શકે.

READ ALSO

Related posts

Alert! 1 જાન્યુઆરીથી ગાડી પર Fastag લગાવવું બનશે ફરજિયાત, નહીંતર અટકી જશે વાહન સાથે જોડાયેલું આ જરૂરી કામ

Ankita Trada

મહિલાઓ ખાસ વાંચે/ 24 કલાક આ વસ્તુ પહેરવી સાબિત થઇ શકે છે ખૂબ જ ખતરનાક, સ્વાસ્થ્યને થાય છે આટલા નુકસાન, જાણી લો

Bansari

જૂના રિવાજો સાથે આધુનિક ટેક્નોલોજીનો સુમેળ/ લગ્નનું લાઇવ સ્ટ્રીમિંગ કરવાનો ટ્રેન્ડ, કંકોત્રીમાં જ લિંક અને પાસવર્ડ, ભોજનની હોમ ડિલિવરી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!