GSTV

કૃષિ બિલને લઈને આઈ.કે.જાડેજાએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

તો કૃષિ બિલને લઈને કોંગ્રેસના આક્ષેપ લઈને ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ આઈ.કે.જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી પ્રતિઆક્ષેપ કર્યા હતા. અને કોંગ્રેસ દ્વારા વાતો અને વિચારો વ્યક્ત કરવામાં આવે છે તે અફવા અને ભ્રમ ફેલાવવાના પ્રયત્નો કરે છે. આઈ.કે.જાડેજાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બજારના આધાર સ્તંભને લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સામે કોંગ્રેસ ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદી કૃષિ કલ્યાણ માટે નવા નિયમો લાવ્યા છે અને ખેડૂતોના હિતલક્ષી નિર્ણય લીધો છે.

કૃષિ બીલની મદદથી વચેટીયા પ્રથા દૂર થશે અને ખેડૂતોને પણ અનેક લાભો થશે. જો કે તાજેતરમાં જ ટેકાના ભાવ જાહેર કરાયા છે ટેકાના ભાવે ખેડૂતોને મૂલ્ય મળી રહે તે માટે વ્યવસ્થા કરાશે. તેમજ કૃષિ બિલ અંતર્ગત ખેડૂતોને ઓપન માર્કેટ મળશે જેથી ખેડૂતો અન્ય રાજ્યોમાં પણ માલ વેચી શકશે. એપીએમસીનો ઉલ્લેખ કરતા તેઓએ કહ્યું કે એપીએમસી ના કાર્યમાં કોઇ પણ ફેરફાર થશે નહીં. ખેડૂતો સાથે સીધા કરાર થવાથી ખેડૂતોને સીધો જ લાભ મળશે. બનાસકાંઠામાં બટાકા ઉત્પાદન કરતા ખેડૂતો પાસેથી ચિપ્સ કંપની સીધો જ માલ ખરીદે છે જેથી ખેડૂતોને ફાયદો થાય છે.

READ ALSO

Related posts

શું તમે જાણો છો તમે જે LICમાં રોકાણ કરો છો, તે તમારા પૈસા ક્યાં લગાવે છે? જાણવા માટે વાંચો આ

Dilip Patel

કામના સમાચાર/ પાચન અને વજન સંબંધિત બીમારીઓમાં કારગર નીવડશે હીંગનું પાણી, ફાયદાઓ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

બિહાર વિધાનસભા ચૂંટણી: મોબાઈલ તો દૂરની વાત, પહેરવા માટે ચપ્પલનાં પણ નથી ઠેકાણા, તેમ છતાં લડી રહ્યા છે ચૂંટણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!