GSTV

IIT વિદ્યાર્થીઓએ બનાવ્યો ફૂડ બડી, હાથ વગરના લોકોને ખવડાવશે ભોજન

Last Updated on July 19, 2019 by Mansi Patel

IITના વિદ્યાર્થીઓએ એક એવું ઉપકરણ બનાવ્યુ છે, જે થાળીમાંથી ખાવાનું લઈને તમારા મોંઢામાં મુકવામાં સક્ષમ છે. આ ઉપકરણ સૌથી વધારે એવા લોકોને કામમાં આવશે જેમના હાથ નથી, જેઓ દિવ્યાંગ છે. ઉપકરણ બનાવતા વિદ્યાર્થીઓએ આને ફૂડ બડી નામ આપ્યુ છે.

ફૂડ બડી વૉઈસ કમાન્ડ ડિવાઈસ એલેક્સા દ્વારા ચાલશે. એલેક્સા તેનાથી જોડાયેલું રહેશે. ફૂડ બડીને એલેક્સા દ્વારા જેવો કમાન્ડ મળશે તે ચાલુ થઈ જશે. અને થાળીમાં રાખેલાં ભોજનને તે ચમચીથી ભોજનને મોઢામાં ખવડાવી દેશે. આઈઆઈટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ ક્રિસ ફ્રાંસિસ અને પ્રવીણ વેંકટેશે તેને બનાવ્યુ છે. બંને વિદ્યાર્થીઓનું કહેવું છેકે, ફૂડ બડી એલેક્સા દ્વારા અવાજનો કમાન્ડ લેશે. વિદ્યાર્થીઓએ તેને પેટન્ટ કરાવવા માટે મોકલી દીધુ છે. આશા છે તે બજારમાં બહુ જલ્દીથી ઉપલબ્ધ કરાશે.

એલેક્સા દ્વારા કમાન્ડ મળ્યા બાદ ફૂડ બડીમાં લાગેલાં બટનને સ્ટાર્ટ કરતાં જ ઉપકરણ શરૂ થઈ જશે. ફૂડ બડીને સ્ટાર્ટ અને રિઝ્યૂમ કરી શકાશે. તેને બનાવનારા ફ્રાંસિસ આઈઆઈટીમાંથી કોમ્પ્યુટર એન્જીનિયરીંગ, વેંકટેશ ઈલેક્ટ્રિકલ એન્જીનિયરિંગનું ભણી રહ્યા છે. ફ્રાંસિસ અને વેંકટેશનું કહેવું છેકે, જેમના હાથ ન હોય તેઓ માટે ફૂડ બડી ખાસ કરીને પરેશાની ખતમ કરનારું સાબિત થશે.

ફૂડ બડી જેવાં ઉપકરણો આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલાથી હાજર છે પરંતુ તેઓ ઘણા મોંઘા છે.IITના છાત્રોએ તેમના ઉપકરણમાં સસ્તા અને સારી ગુણવત્તાવાળી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. જેને કારણે તેની કિંમત ઘણી ઓછી હોઈ શકે છે.

READ ALSO

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!