કોરોના વાયરસની અસર ફક્ત લોકોની હેલ્થ પર જ નહી પરંતુ વૈશ્વિક બજાર અને અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. જ્યાં એક તરફ કંપનીઓ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ આપી ચુકી છે ત્યાં જ બીજી તરફ બજાર સુસ્ત થવાના કારણે નવી નોકરીઓની ઓફર આપી રહેલી કંપનીઓ પોતાના હાથ પાછા ખેંચી રહી છે. IIT દિલ્હીથી લઈને ઈન્દ્રપ્રસ્થ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફરમેશન ટેક્નોલોજી દિલ્હીમાં વિદ્યાર્થીઓને નોકરીની ઓફર આપી રહેલી કંપનીઓમાંથી ઘણી કંપનીઓએ પીછે હટ કરી લીધી છે.
Corona: 1500 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ દ્વારા જોબ ઓફર મળી

IIT દિલ્હીના નિર્દેશક પ્રો. રામગોપાલ રાવે પોતાના એક ફેસબુક પોસ્ટમાં કંપનીઓ પાસે અપીલ કરી છે કે નોકરી આપવાનો દાવો તે નિભાવે. જણાવી દઈએ કે આ વર્ષે આઈઆઈટી દિલ્હીના 1500 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ દ્વારા જોબ ઓફર મળી છે. હકીકતે મુશ્કેલી એ છે કે જે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ દ્વારા કોઈ જોબ મળી જાય તો તેને બીજા પ્લેસમેન્ટમાં બેસવાની પરવાનગી નથી આપવામાં આવતી.

Corona: કંપનીએ ના પાડ્યા બાદ વિદ્યાર્થીઓ મુંઝવણમાં
એવામાં કંપનીઓ દ્વારા ના પાડ્યા બાદ હવે વિદ્યાર્થીઓ મુંઝવણમાં છે. લાઈવ હિન્દુસ્તાનની રિપોર્ટ અનુસાર જે કંપનીઓએ નોકરી આપવાની ના પાડી દીધી છે તેમાંથી મોટાભાગની કંપનીઓ વિદેશી છે.
Read Also
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં NSUIને ટિકિટ આપવા માગ, વોર્ડ દીઠ એક ટિકિટ આપવા રજૂઆત
- ગૃહમંત્રીના મતવિસ્તારમાં લાગ્યા ‘નો એન્ટ્રી’ના પોસ્ટર્સ, રાજકીય પક્ષોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ
- વીમા કંપનીઓની મનમાની/ ઈરડાના આદેશ છતાં કોરોના સારવારના ખર્ચ નથી ચૂકવવા તૈયાર, વધી શકે છે વિવાદ
- સંબંધોની હત્યા/ નાનો ભાઈ કંઈ કામ કરતો નહોતો, મોટા ભાઈએ મોતને ઘાટ ઉતારી દીધો
- ભરૂચ: એક તો કોરોના કાળમાં નોકરી ગઈ અને હવે તંત્રએ મકાન પણ તોડ્યા, રેંકડીવાળાઓની વ્યથા