GSTV

આઈઆઈટી કાનપુરમાં ભીમસિંહ નામના પીએચડીના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી

Last Updated on August 2, 2019 by Alap Ramani

આઈઆઈટી કાનપુર ખાતે ભીમસિંહ નામના પીએચડીના વિદ્યાર્થીએ સંસ્થાના પરિસરમાં આવેલી હોસ્ટેલ નંબર આઠમાં આત્મહત્યા કરી છે. ફિરોજાબાદનો વતની ભીમસિંહ છેલ્લા ઘણાં સમયથી તણાવમાં હતો અને તેના આત્મહત્યાના કારણોની જાણકારી બહાર આવી શકી નથી.

ભીમસિંહની કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. આઈઆઈટી કાનપુરની હોસ્ટેલના રૂમમાં વાસ આવતા વિદ્યાર્થીઓ દ્વારા અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા હતા. બાદમાં હોસ્ટેલના રૂમનો દરવાજો તોડીને પંખે લટકતા મૃતદેહને ઉતારીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોલીસે આત્મહત્યા મામલે તપાસ શરૂ કરી છે. આત્મહત્યા કરનાર વિદ્યાર્થી ભીમસિંહ ગત ત્રણ વર્ષથી પીએચડી કરી રહ્યો હતો અને છેલ્લે મંગળવારે જોવા મળ્યો હતો.

મહત્વપૂર્ણ છે કે 2017માં આઈઆઈટી ખડગપુરમાં પણ નિધિન નામના કેરળના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી હતી અને તેનો મૃતદેહ પણ હોસ્ટેલમાંથી મળી આવ્યો હતો. તે એરોસ્પેસ એન્જિનિયરિંગના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો અને તેની સુસાઈડ નોટ મળી આવી હતી.

Related posts

સોખડા: હરિપ્રસાદ સ્વામીના ડ્રાઇવર રહી ચૂકેલા પ્રાનેશને મંદિર છોડી દેવાની ધમકી મળી, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

pratik shah

ભારત સરકારનું મોટુ સાહસ/ હાઈવે પર ઘાયલ લોકોની થશે કૈશલેસ સારવાર, સરકાર ઉઠાવવા જઈ રહી છે મોટુ પગલું, એક રૂપિયો પણ ખર્ચવો નહીં પડે

Pravin Makwana

એલર્ટ/ બસ એક ફોન કૉલ અને ખાલી થઇ જશે તમારુ બેંક એકાઉન્ટ, બચવું હોય તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!