GSTV

કેટલું પેટ્રોલ ગયું ટાંકીમાં, મોબાઈલ પર આવશે નોટિફિકેશન

Last Updated on November 22, 2019 by Karan

બધા જ પેટ્રોલ પંપો પર થનાર ગોટાળાથી નિપટવા માટે આઈઆઈટીના વિદ્યાર્થીઓએ એક એવુ ઉપકરણ બનાવ્યુ છે, જે એ જણાવશે કે વાહનની ટાંકીમાં કેટલુ પેટ્રોલ ગયુ. તેની નોટીફિકેશન મોબાઈલ પર આવી જશે. આઈઆઈટીના વિદ્યાર્થીઓએ પ્રોફેસર નચિકેતા તિવારીના માર્ગદર્શનમાં આ ફ્યૂલ ક્વાંટીફાયર ડિવાઈસને બનાવ્યું છે.

પેટ્રોલ પંપવાળાઓની ચોરી પકડવું હવે ખૂબ જ આસાન હશે. આઈઆઈટીના પ્રોફેસર નચિકેતાએ જણાવ્યું કે ફ્યૂલ ક્વાંટીફાયર ડિવાઈસ કોઈ પણ કાર, મોટરસાઈકલ, સ્કૂટર, સ્કૂટીમાં લાગી શકે છે. ખાસ વાત એ છે કે આ ડિવાઈસને લગાવવા માટે વાહનમાં કોઈ પરિવર્તન કરવાની જરૂરીયાત નહીં પડે.

પેટ્રોલ ટેન્કમાં જ આ ડિવાઈસને ફિટ કરવામાં આવશે જેની મદદથી એ જાણકારી મળી જશે કે કેટલુ પેટ્રોલ ગાડીની અંદર ગયુ. તેની નોટીફિકેશન મોબાઈલ પર આવી જશે. તેનાથી ગ્રાહક પેટ્રોલ પંપ પર લાગેલા મીટર અને મોબાઈલમાં આવેલા ડેટાને મેચ કરી શકે છે. આ ડિવાઈસ બ્લૂટૂથ સાથે કનેક્ટ હશે, જેના કારણે નોટીફિકેશન મોબાઈલ પર મળશે.

પ્રો.નચિકેતાએ જણાવ્યું કે તેમની ગાઈડેન્સમાં પીએચડી, એમટેકના વિદ્યાર્થીઓએ ડિવાઈસ બનાવ્યું છે. તેને બનાવવામાં લગભગ આઠ મહિનાનો સમય લાગ્યો છે. તેના પેટેન્ટ માટે આવેદન કરી દીધુ છે. ઝડપથી આ માર્કેટમાં ઉપલબ્ધ થશે. તેની કિંમત ખૂબ વધારે નથી થતી.

READ ALSO

Related posts

કરદાતાઓ માટે સારા સમાચાર / એડવાન્સ મિલકત વેરો ભર્યો હશે તો AMC આપી રહ્યું છે મોટી રાહત

Pritesh Mehta

હોમ લોનને લઇ SBIની મોટી જાહેરાત, 31 ઓગસ્ટ સુધી મળશે આ સુવિધા: જલદી લાભ ઉઠાવો

Zainul Ansari

સરહદ વિવાદ: રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર, એક પણ સરહદ સુરક્ષિત નથી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!