GSTV

ચાના શોખિનો માટે ખુશખબર: કોરોના સામે લડવા ઢાલ બનશે ચાની ચુસ્કી, સ્વાસ્થ્ય મંત્રીએ આ શોધના કર્યા ભરપૂર વખાણ

Last Updated on July 5, 2020 by pratik shah

કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે સમગ્ર દુનિયાના સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. જેના વેક્સિન અને દવાને લઈ છેલ્લા કેટલાય દિવસથી સારી ખબરો આવી રહી છે. તો વળી બીજી બાજૂ આયુર્વેદને લઈને પણ ઔષધીની શોધ થઈ રહી છે. ત્યારે હવે આ તમામની વચ્ચે દિલ્હી આઈઆઈટીએ હાલમાં કરેલા શોધ અધ્યયનમાં સામે આવ્યુ છે કે, ચા અને હરડે પણ કોરોના સામે લડવામાં મદદ કરે છે. શોધકર્તાઓના જણાવ્યા અનુસાર કોરોના કાળમાં લોકોએ તેનુ નિયમીત સેવન કરવુ જોઈએ.કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ આ શોધની સરાહના કરી છે.

વિકલ્પ તરીકે આયુર્વેદનો ઉપયોગ

આઈઆઈટી દિલ્હીના નવા સંશોધનમાં જે રીતે ખુલાસો કર્યો છે તે જોતા ચા અને હરડે કોરોનાના સંક્રમણમાં વિકલ્પ તરીકે લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, વિકલ્પ તરીકે ઔષધીય ગુણોવાળા છોડ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આયુર્વેદમાં અનેક આવી ઔષધીઓ છે.

બ્લેક ટી અને ગ્રીન ટી તથા હરડેનો ઉપયોગ

આઈઆઈટી દિલ્હીમાં કુસુમ સ્કૂલ ઓફ બાયોલોજીકલ સાયન્સના પ્રોફેસર અશોક કુમાર પટેલેના નેૃતૃત્વમાં આ સંશોધન હાથ ધરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ છે કે, બ્લેક અને ગ્રીન ટી તથા હરડેથી કોરોના સામે લડવામાં વધુ શક્તિ મળે છે. જેને કોવિડની સામે વિકલ્પ તરીકે જોવામાં આવે છે.

51 ઔષધીય છોડની તપાસ

પ્રો. પટેલે આ શોધ અધ્યયન માટે 51 ઔષધી છોડની તપાસ કરી છે. તેમણે કહ્યુ હતું કે, અમારી ટીમે ઔષધીય છોડના પ્રયોગો કર્યા છે. અમે પ્રયોગશાળામાં વાયરસના એક મુખ્ય પ્રોટીન તરીકે સીએલ પ્રો પ્રોટીઝને ક્લોન કર્યો અને પછી પ્રયોગ દરમિયાન જાણ્યુ કે, બ્લેક ટી અને ગ્રીન ટી તથા હરડે વાયરસની મુખ્ય પ્રોટીનની ગતિવિધિ રોકવામાં સક્ષમ છે.

પ્રો. પટેલના જણાવ્યા અનુસાર ચા અને હરડેમાં રહેલા ગૈલોટિનિન વાયરસમાં મુખ્ય પ્રોટીનને ઓછી કરવા માટે ઘણુ અસરકારક છે. આ શોધ કરનારી ટીમમાં પટેલની સાથે મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ કેન્દ્રના ડૉ. મંજૂ સિંહ, પીએચડી વિદ્યાર્થી સૌરભ ઉપાદ્યાય, પ્રવીણ કુમાર ત્રિપાઠી, ઉપરાંત અનેક લોકો જોડાયા હતા.

સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરી સરાહના કરી

કેન્દ્રીય મંત્રી ડૉ. હર્ષવર્ધને પણ આ શોધની સરાહના કરી છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યુ છે કે, આપણા દેશમાં મોટા ભાગના લોકોનો દિવસ ચાની ચુસ્કી સાથે થાય છે. પણ શુ તમે જાણો છો કે, આ ચા કોરોના સામે લડવામાં મજબૂત રીતે લડે છે.

READ ALSO

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!