GSTV

શું વાત છે! / IIT દિલ્હીના 60 વિદ્યાર્થીઓને 1 કરોડથી પણ વધુ પગારની ઓફર, કોરોના પહેલાના વર્ષો કરતા આ વખતે પેકેજનું મૂલ્ય વધારે

IIT Delhi

Last Updated on December 3, 2021 by Dhruv Brahmbhatt

દેશની વિવિધ ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટેકનોલોજી(આઇઆઇટી)માં પ્લેસમેન્ટ શરૃ થઇ ગયું છે. વિવિધ આઇઆઇટીમા કેટલાક વિદ્યાર્થીઓને એક કરોડ રૃપિયાથી વધારે પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. સત્તાવાળાઓના જણાવ્યાં અનુસાર કોરોના પહેલાના વર્ષો કરતા આ વખતે આઇઆઇટીના વિદ્યાર્થીઓને ઓફર કરવામા આવેલ પેકેજનું મૂલ્ય વધારે છે.

પેન્શન

IIT રૃરકીના વિદ્યાર્થીને ૨.૧૫ કરોડની ઓફર

આઇઆઇટી, દિલ્હીના ૬૦ વિદ્યાર્થીઓને ૧ કરોડ રૃપિયાથી વધારેનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. આઇઆઇટી રૃરકીના વિદ્યાર્થીને ઇન્ટરનેશનલ ટેક કંપની તરફથી વાર્ષિક ૨.૧૫ કરોડ રૃપિયાનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે.

આવી જ રીતે આઇઆઇટી, મુંબઇના એક વિદ્યાર્થીને ૨.૦૫ કરોડ રૃપિયાનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે. આઇઆઇટી, ગુવાહાટીના વિદ્યાર્થીને ૨ કરોડ રૃપિયાનું પેકેજ ઓફર કરવામાં આવ્યું છે.

આઇઆઇટી વારાણસીમાં ૫૫ કંપનીઓએ વિદ્યાર્થીઓને ૨૩૨ નોકરીઓની ઓફર

આઇઆઇટી વારાણસીમાં ૫૫ કંપનીઓએ વિદ્યાર્થીઓને ૨૩૨ નોકરીઓની ઓફર કરી છે. જેમાં સરેરાશ પગાર ૩૨.૮૯ લાખ રૃપિયા અને સૌથી ઓછો પગાર ૧૨ લાખ રૃપિયા છે.

આઇઆઇટી, દિલ્હીના જણાવ્યા અનુસાર ગયા વર્ષની સરખામણીમાં ઓફરની સંખ્યામાં ૪૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે પગારમાં પણ ૩૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.

money

આઇઆઇટી દિલ્હીના વિદ્યાર્થીઓને ૪૦૦થી વધુ ઓફર કરવામાં આવી હતી

IIT દિલ્હીના વિદ્યાર્થીઓને ૪૦૦થી વધુ ઓફર કરવામાં આવી હતી. દિલ્હી, આઇઆઇટીમાં આજે પ્લેસમેન્ટનો બીજો દિવસ હતો.

આઇઆઇટી, મદ્રાસમાં ગયા વર્ષના પ્રથમ દિવસની સરખામણીમાં આજે પ્રથમ દિવસે ૪૩ ટકા વધુ ઓફર મળી હતી.૩૪ કંપનીઓ દ્વારા ૧૭૬ ઓફર કરવામાં આવી હતી.

READ ALSO :

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

UP Election 2022 : કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે યુપીમાં ચૂરણ વેચનારનો વીડિયો કર્યો શેર, જાણો શું છે સમગ્ર મામલો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!