GSTV

IIM એ કરી નવી પહેલ, હવે આ વીડિયો શેરીંગ એપ શીખવાડશે વિદ્યાર્થીઓને મેનેજમેન્ટ

21મી સદીમાં ટેકનોલોજીની દુનિયા આકાશને પણ સર કરી રહી છે, ત્યારે જલ્દીથી ઊભરતી વીડિયો શેરીંગ એપ હવે વિદ્યાર્થિઓ માટે ખૂબ જ જરૂરી બની ગઈ છે. તેથી જ હવે આ એપ કોલેજના ક્લાસમાં પણ વિદ્યાર્થીઓ માટે એક ઉપયોગી સાધન તરીકે વપરાશે. જેની શરૂઆત કરતા IIM ઈન્દોરે ગુરૂવારે ટિકટોક સાથે એક મેમોરેન્ડમ સહી કર્યું છે.

આ કરાર પ્રમાણે, હવે નાના-નાના વીડિયો બનાવી વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ સંચાલન શીખવવામાં આવશે. IIM ઈન્દોરે ગુરૂવારે વીડિયો શેરીંગ એપ ટિકટોકની સાથે કરાર કર્યો છે. હવે આ સંસ્થા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ટિકટોક વીડિયો થકી સંચાલન શિખવાડશે.

IIM ઈન્દોરના નિર્દેશક પ્રોફેસર હિમાંશુ રાયે જણાવ્યું હતું કે, અમે ટિકટોક સાથે એક MOU સહી કર્યો છે. હવે અમે ટિકટોક સાથે મળીને સંચાર, સંવાદ, રણનીતિ, માર્કેટીંગ બધા જ વિષયો પર નાના નાના વીડિયો મોડ્યુઅલ તૈયાર કરીશું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વીડિયો મોડ્યુલને IIM ઈન્દોર પોતાના અલગ-અલગ પાઠ્યક્રમોમાં અમલ કરશે. સંચાલન સંસ્થાઓમાં વ્યાવસાયિકો, સરકારી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને ઉદ્યોગસાહસિકને ટ્રેન્ડ કરવામાં આવે છે. જેથી આ વર્ગોની પણ વિશેષ જરૂરીયાતોને ધ્યાનમાં રાખી વીડિયો મોડ્યુઅલ તૈયાર કરવામાં આવશે. અમને આશા છે કે, નવા હાઈટેક જમાનામાં જ્યારે વિદ્યાર્થીઓ ટેકનોલોજી સાથે જોડાયેલા છે, તેથી ટિકટોક સાથેના અમારા આ કરારથી વિદ્યાર્થીઓને પણ ફાયદો મળશે. જેની આગામી સમયમાં સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પણ પડશે.

હાલમાં IIM ઈન્દોર તૈયારી કરી રહ્યું છે કે, કેવી રીતે આ એપને સૌથી ઉપયોગી ટુલ્સ તરીકે વિદ્યાર્થીઓની વચ્ચે લાવી શકાય, જેથી તેમને વાધારે ફાયદો મળી શકે.

READ ALSO

Related posts

જાસૂસના હથિયાર તરીકે વપરાતી ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર એપમાં રહેલી આ ખામીઓ હવે થશે દૂર

Dilip Patel

બિહાર/ NDAમાં નક્કી થઈ ગયું કઈ પાર્ટીને કેટલી મળશે સીટ, 104 પર JDU અને 100 પર લડશે BJP

Pravin Makwana

આ ટાઈપના છોકરાઓ પાછળ મોહી જાય છે છોકરીયું, નથી કરી શકતી જાત પર કંટ્રોલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!