GSTV

એક સમયે LICના એજન્ટ તરીકે કામ કરતા આ ઉદ્યોગપતિની મહેનત રંગ લાવી, અમીરોની યાદીમાં બનાવી જગ્યા

IIFL વેલ્થ હૂરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ 2020માં કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓને જગ્યા મળી છે. પરંતુ તેમાં એક નામે સૌને ચોંકાવી દીધા હતાં. આ વખતે સોનાલિકા ટ્રેકટરના માલિક લક્ષ્મણદાસ મિત્તલે અમીરોની આ યાદીમાં જગ્યા બનાવી છે.

IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટ 2020માં લક્ષ્મણ દાસ મિત્તલ 164માં નંબર ઉપર છે. આ લિસ્ટમાં 1000 કરોડ રૂપિયાથી વધારાની સંપત્તિ વાળા ભારતીય અમીરોની જગ્યા દેવામાં આવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ટોપ ઉપર છે. મુકેશ અંબાણીની કુલ આવક 658400 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

2020ના હુરૂન ઈન્ડિયા રિચ લિસ્ટ એડિશનમાં કુલ 828 ભારતીયોને જગ્યા મળી છે. આ લિસ્ટમાં બીજા નંબર ઉપર હિંદુજા બ્રધર્સ છે. લંદન સ્થિત હિંદુજા બ્રધર્સ 143700 કરોડ રૂપિયાની સંપત્તિ આંકવામાં આવી છે. ત્રીજા સ્થાન ઉપર 141700 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે HCLના સંસ્થાપક શિવ નાડર છે.

ઉદ્યોગપતિ ગૌતમ અડાણી અને તેનો પરિવાર ચોથા નંબર ઉપર છે. તેની સંપત્તિ 140200 કરોડ રૂપિયા જણાવવામાં આવી છે. પાંચમાં સ્થાન ઉપર વિપ્રોના ચેરમેન અજીમ પ્રેમજી છે. અજીમ પ્રેમજીની કુલ સંપત્તિ 114400 કરોડ રૂપિયા છે.

સોનાલિકા ગ્રુપના ચેરમેન લક્ષ્મણ દાસ મિત્તલ આજે દેશના 164 સૌથી અમીર વ્યક્તિ છે. 89 વર્ષના લક્ષ્મણદાસ મિત્તલની જિંદગી ઘણી સંઘર્ષપૂર્ણ રહી હતી. પંજાબના હોશિયારપુરના રહેનારા લક્ષ્મદાસ મિત્તલે 1962માં થ્રેસર બનાવવાનું શરૂ કર્યું હતું. તે પહેલા તે LICના એજન્ટ હતા.

પહેલી વખતમાં થ્રેસરનો વ્યવસાય ચાલ્યો નહીં, બિઝનેશમાં નુકશાનીના કારણે લક્ષ્મણદાસ મિત્તલે પોતાના પિતાને રોતા જોયા. તે બાદ તેણે ફરીથી થ્રેસર બનાવવાનું કામ શરૂ કર્યું અને પછી આગળ ચાલીને 1969માં સોનાલિકા ગ્રુપની ઈંટ રાખી. આજે સોનાલિકા ગ્રુપ ભારતની ત્રીજી મોટી ટ્રેક્ટર બનાવનારી કંપની છે.

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

પાકિસ્તાનનાં પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કારગીલ યુધ્ધને લઇને કરેલા દાવાથી મચ્યો હડકંપ

Nilesh Jethva

દેશભરમાં કોરોનાના આતંક વચ્ચે દશેરા નિમિતે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!