GSTV
Home » News » IIFA એવોર્ડ્સની જાહેરાત, આલિયા-શાહિદ બેસ્ટ અભિનેતા, નીરજાને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

IIFA એવોર્ડ્સની જાહેરાત, આલિયા-શાહિદ બેસ્ટ અભિનેતા, નીરજાને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ

IIFA 2017 નો ન્યૂયોર્કમાં દબદબાભેર પ્રારંભ થયો છે ત્યારે આ સમારોહમાં કેટલાક બોલીવૂડના સિતારાઓ પોતાની ખૂબસુરતીનો જલવો વિખેરવા અને પરફોમે્ન્સ કરવા માટે પહોંચ્યા છે. IIFA માં ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માટે શાહિદને બેસ્ટ એક્ટરનો અને આલિયા ભટ્ટને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. જ્યારે સોનમ કપૂરને તેની સ્ટાર ફિલ્મ ‘નીરજા’ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો.

જાણો, કોને કોને મળ્યા એવોર્ડ્સ

-અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરને તેની સ્ટાર ફિલ્મ ‘નીરજા’ માટે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો.

– ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માટે આલિયા ભટ્ટ અને શાહિદ કપૂરને બેસ્ટ અભિનેતા તેમજ બેસ્ટ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો.

– આઇફા એવોર્ડમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે અનુપમ ખેરને બેસ્ટ સર્પોટિંગ એક્ટરનો એવોર્ડ એન્યાતકરાયો

-એ.આર.રહેમાનને સંગીતમાં તેના 25 વર્ષના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યો.

-ફિલ્મ ‘નીરજા’ માટે અભિનેત્રી શબાના આઝમીને બેસ્ટ સપોર્ટિંગ મહિલા અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.

-અભિનેત્રી દિશા પટનીને ફિલ્મ ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ માટે બેસ્ટ મહિલા ડેબ્યૂ એક્ટરનો એવોર્ડ મળ્યો. ઉપરાંત બેસ્ટ પુરુષ ડેબ્યૂ પુરસ્કાર દિલજીત દોસાંઝને મળ્યો. દિલજીતે ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માં પોલીસ અધિકારીની ભૂમિકા નિભાવી હતી.

-અભિનેત્રી તાપસૂ પન્નૂ વૂમેન ઓફ ધ ઇયર બની હતી. જ્યારે આળિયા ભટ્ટને Style Icon પુરસ્કાર મળ્યો હતો.

-બેસ્ટ પ્લેબેક સિંગરનો એવોર્ડ ફિલ્મ ‘ઉડતા પંજાબ’ માટે કનિકા કપૂરને જ્યારે ‘એરલિફ્ટ’ માટે તુલસી કુમારને મળ્યો હતો.

-અભિનેતા જિમ સરભને ફિલ્મ ‘નીરજા’ માટે બેસ્ટ એખ્ટર ઇન નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો. જ્યારે અભિનેતા વરુણ ધવનને ફિલ્મ ‘ઢીશૂમ’ માટે બેસ્ટ કોમિક એક્ટરનો એવોર્ડ મળ્યો.

-બેસ્ટ ગીતકારનો એવોર્ડ અમિતાભ ભટ્ટાચાર્યને ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કેલ’ ના ગીત ‘ચન્ના મેરેયા’ માટે મળ્યો.

-બેસ્ટ મ્યૂઝિક ડાયરેક્ટરનો પુરસ્કાર ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કેલ’ માટે પ્રીતમને મળ્યો.

-બેસ્ટ બ્લેબેક સિંગર(પુરુષ)નો એવોર્ડ ‘એ દિલ હૈ મુશ્કેલ’ માટે અમિત મિશ્રાને મળ્યો.

 

Related posts

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

Nilesh Jethva

ચીની હેકર્સે ભારતીય હેલ્થકેરની વેબસાઈટને બનાવી નિશાને ,ચોરાયા 68 લાખ ડેટા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!