GSTV

કામના સમાચાર/ હવે નિકાસકારો માટે IGST રિફંડ મેળવવું થયું સરળ, સરકારે લીધા આ મહત્વના પગલા

નિકાસકારો

કેન્દ્રીય પ્રત્યક્ષ કર અને સીમા શૂલ્ક બોર્ડના નિકાસકારોના બાકી IGST રિફંડને લઈને પગલા લીધા છે. જે હેઠળ તે કેસમાં નિકાસકારોને બાકી ઈન્ટીગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસેઝ ટેક્સ (IGST) રિફંડની મંજૂરી માટે સમયસીમા વધારી દીધી છે. જ્યાં GST રિટર્નમાં અંતરના કારણે સીમા શુલ્ક વિભાગને રેકોર્ડ મોકલવામાં આવ્યો નથી. નાણાં મંત્રાલયએ કહ્યું કે, તેનાથી રુકાવટની સમસ્યાને દૂર કરવામાં મદદ મળશે. આ નિકાસકારો દ્વારા સોગંદનામું/ ચાર્ટર્ડ એકાઉન્ટ પ્રમાણપત્ર જમા કરાવવા અને રિફંડ બાદ ઓડિટની તપાસ પર નિર્ભર કરશે.

મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, CBSCએ બાકી IGSR પરત કરવાની મંજૂરા માટે સમયસીમા વધારી દીધી છે. આ તે મામલા માટે છે જ્યાં GSTR1 અને GSTR3Bમાં અંતરને કારણે રેકોર્ડ ICEGATEને મોકલવામાં આવ્યો નથી.

GST

31 માર્ચ સુધી ભરવામાં આવ્યા શિપિંગ બિલ પર મળશે આ સુવિધા

નિવેદન અનુસાર, આ સુવિધા તે તમામ ‘શિપિંગ બિલ’ માટે હશે જે 31 માર્ચ સુધી ભરવામાં આવ્યા છે. CBICએ સ્થાયી આધાર પર સીમા શુલ્ક અધિકારી દ્વારા બિલમાં અંતર દૂર કરવાની સુવિધા પણ વધારી છે. પૂર્વમાં આ સુવિધા સીમિત સમય માટે હતી. એટલે કે જો ‘શિપિંગ બિલ’ 31 ડિસેમ્બર 2019 સુધી જમા કરવામાં આવ્યા હતા, તે જ મામલામાં આ સુવિધા આપવામાં આવી હતી.

READ ALSO

Related posts

વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન

Pritesh Mehta

શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત

Pritesh Mehta

પૂર્વ નાણામંત્રીની કોંગ્રેસ હાઇકમાન્ડને અપીલ, પ્રિયંકા ગાંધીને કન્યાકુમારીથી ઉમેદવાર બનાવવા કરી વિનંતી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!